વડોદરા મનપાના વોર્ડ નં.૧૧ની પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવારનો વિજય

(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૦,
વડોદરાના વોર્ડ નં.૧૧ માં કાઉન્સીલરની પદ માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં કાર્યકરોની નારાજગી વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. આજે સવારે થયેલી મત ગણતરીમાં ભાજપના શકુંતલાબેન સોલંકીનો ૪,૪૭૮ મતે વિજય થતા તેમના સમર્થકોમાં ભારે ખુશી વ્યાપી હતી. બીજી તરફ કોંગ્રેસના બેડામાં નિરાશાનો માહોલ છવાયો હતો.
વડોદરામાં વોર્ડ નં.૧૧ માં યોજાયેલી ચૂંટણીની આજે સવારે પોલીટેકનીક ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં જ ભાજપના શકુંતલાબેન સોલંકી આગળ રહ્યા હતા. મતગણતરી મથકની વિજળી ડુલ થતા મતગણતરીની પ્રક્રિયા મોડી શરૂ કરાઇ હતી. વોર્ડ નં.૧૧માં નિરસ મતદાન થતા કોંગ્રેસને એક આશા જાગી હતી. પરંતુ જેમ જેમ મતગણતરીની રાઉન્ડ શરૂ થયા તેમ તેમ આશા નિરાશામાં પ્રવર્તી હતી અને અંતે ભાજપના ઉમેદવાર શકંતલાબેન સોલંકીનો ૪,૪૭૮ મતે વિજય થયો હતો. શરૂઆતની લીડ મળતા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બીજી તરફ કોંગ્રેસમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાએ પ્રજાએ લીધેલા નિર્ણયને શિરોમાન્ય ગણી આગામી દિવસોમાં વિસ્તારના પ્રાણ પ્રશ્નો સામે અવાજ ઉઠાવતા રહેશે તેમ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts