આગામી ચૂંટણીઓમાં ભાજપાના ૯૦ ટકા ઉમેદવારો ચૂંટણીમાં હારશે : ભાજપ ધારાસભ્ય

(એજન્સી) તા.૯
ભાજપ પાસે કોઈ ઉદ્દેશ્ય નથી અને નથી ખરી નીતિઓ જેના લીધે એમના ૯૦ ટકા ઉમેદવારો આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં હારશે. આ નિવેદન કોઈ વિપક્ષી નેતાનું નથી પણ ભાજપના હરિયાણા વિધાનસભાના ધારાસભ્ય રાજકુમાર સૈનીનું છે જે કુરૂક્ષેત્રમાંથી ચૂંટાયેલ છે. સૈની અવારનવાર ભાજપની ટીકાઓ હાલના સમયમાં કરે છે. એ કુરૂક્ષેત્ર જિલ્લાના ટિગાંવ ગામમાં લોકતંત્ર બચાવો રેલીને સંબોધન કરી રહ્યા હતા. સૈનીએ આ સાથે ભારતીય રાષ્ટ્રીય લોકદળ ઉપર પણ હુમલો કરતાં કહ્યું કે જેના નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો છે એ પક્ષ રાજ્યમાં સત્તા મેળવવાના સ્વપ્ન જોઈ રહ્યા છે. એમણે કહ્યું કે બેરોજગારીનો મુદ્દો ફકત ભાષણો આપવાથી ઉકેલી શકાશે નહીં એના માટે ગ્રાઉન્ડ સ્તરે કામ કરવું પડશે. એમણે વચન આપ્યું કે એ ગરીબોના પ્રશ્નો ઉઠાવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks