(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
ડભોઈ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નર્મદા યોજનાના લોકાર્પણ દરમિયાન પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શનના ડરથી કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ મહિલાઓ પૈકી કાળી ઓઢણીઓ પહેરી આવેલી મહિલાઓની ઓઢણીઓ ઉતરાવી લેવામાં આવતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સવારથી વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શનના ડરે કાળી ઓઢણીઓ પહેરીને આવેલી મહિલાઓની ઓઢણીઓ કઢાવી લઈ શરમાવે તેવું કૃત્ય આચરવામાં આવ્યું હતું. ઓઢણીઓ ન હોવાના કારણે મહિલાઓને ઓઢણી વગર જ કાર્યક્રમમાં બેસવું પડ્યું હતું. જ્યારે ઓઢણી ન હોવાથી કેટલીક મહિલાઓ કાર્યક્રમ સ્થળ બહાર જ બેસી રહી હતી.
Facebook
0
Twitter
0