(એજન્સી) તા.ર૪
કાળા સમુદ્રના ઉત્તર પશ્ચિમ કોસાલી પ્રાંતમાં શરણાર્થીઓને લઈ જતું માછીમારી જહાજ ડૂબી જતા ર૧ લોકોના મૃત્યુ થયા છે જ્યારે અન્ય ૯ લોકો વિશે કોઈ જાણકારી પ્રાપ્ત કરી શકાઈ નથી. બચાવ ટુકડી દ્વારા ૪૦ શરણાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડના નિવેદન અનુસાર કેફકેન ગામથી ૬૪ સમુદ્રી માઈલ દૂર સવારે પઃ૦૩ વાગે બોટ ડૂબી હતી. પ્રવાસીઓમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ હતી જેને બચાવી લેવામાં આવી છે. પરંતુ તેના બાળકનું મૃત્યુ થયું છે. આ પ્રવાસીઓમાં મોટાભાગે ઈરાકીઓ હતા. આ પ્રવાસીઓની કેફકેન બંદરે મોબાઈલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. બે પ્રવાસીઓ જે ગંભીર હાલતમાં હતા તેમને કોસાલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બોટનું ડૂબવાનું કારણ ખરાબ આબોહવા માનવામાં આવી રહ્યું છે. દરિયામાં હજુ પણ સર્ચ ઓપરેશન જારી છે.
Facebook
0
Twitter
0