અનુચ્છેદ ૩પ – એ : હવે આપણે દિલ્હીને કહીએ કાશ્મીરીઓને બ્લેકમેઈલ કરવાનું બંધ કરો

(એજન્સી) શ્રીનગર, તા.૩૦
અવામી ઈતિહાદ પક્ષના વડા અને ધારાસભ્ય એન્જિનિયર રશીદે કહ્યું કે, મુખ્ય રાજકીય પક્ષો અને અન્ય લોકો જે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાનું હિત જાળવવા ઈચ્છે છે એમણે દિલ્હીને સામુહિક રીતે જણાવવું જોઈએ કે અનુચ્છેદ ૩પએના નામે કાશ્મીરીઓનું બ્લેકમેલિંગ બંધ કરવામાં આવે. એમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, બધાએ ભેગા મળીને દિલ્હીને જણાવવું જોઈએ કે આ પ્રકારનું બ્લેકમેઈલ બંધ કરો અન્યથા કોઈપણ રાજકીય પક્ષ આગામી પંચાયતની ચૂંટણીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાગ નહીં લેશે. એમણે સલાહ આપી કે બધા પક્ષોના ડેલિગેશનોએ ઉમર અબ્દુલ્લાહ અને મહેબૂબા મુફ્તીની આગેવાન હેઠળ વડાપ્રધાન મોદીને મળીને પોતાનો નિર્ણય જણાવવો જોઈએ. એમણે મક્કમતાથી રજૂઆતો કરવી જોઈએ કે કાશ્મીરના લોકો રબ્બર સ્ટેમ્પ નથી. એમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ ૩પએને રદ કરવા સામે લડવું જોઈએ. પણ આપણે એ નહીં ભૂલવું જોઈએ કે આ રાજકીય મુદ્દો છે. જેને ઉકેલવા કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટનો આશરો લઈ રહી છે. કેન્દ્ર સરકારનો જ એજન્ડા છે કે અનુચ્છેદ ૩પએ અને ૩૭૦ને રદ કરાવીએ એ પોતે નથી કરી શકતા એ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાર્ય કરાવવા ઈચ્છે છે. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના મુખ્ય રાજકીય પક્ષોને દુનિયા સમક્ષ આગળ ધરી કહે છે કે આ જ કાશ્મીરના ખરા પ્રતિનિધિઓ છે. એ માટે આ પક્ષોએ તકનો લાભ લઈ મોદી સરકાર ઉપર દબાણો લાવવા જોઈએ જેથી અનુચ્છવેદ ૩પ એ સાથે કોઈ છેડછાડ કરવામાં નહીં આવે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks