બ્લુ વ્હેલ ગેમ પૂરી કરવા માટે ઘર છોડી ગયેલા સગીરને બચાવાયો

(એજન્સી) સોલાપુર,તા.૧૧
સમગ્ર વિશ્વના બાળકોના જીવ માટે ઓનલાઇન ગેમ ‘બ્લુ વ્હેલ’ ખતરા સમાન બની ચૂકી છે. સોલાપુરનો એક ૧૪ વર્ષીય વિદ્યાર્થી ૨૫૩ કિલોમીટર દૂર પુણે એરપોર્ટમાં ઘુસીને સેલ્ફી લેવા માટે ગેમનો ટાસ્ક પુરો કરવા માટે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ જ્યારે સગીર ઘરમાંથી લાપતા થયો તો પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરની સોલાપુરથી પુણે આવતી વખતે બસસ્ટેન્ડ પરથી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યા અનુસાર જુલે સોલાપુર વિસ્તારમાં રહેતાં એક બિઝનેસમેનના ૧૪ વર્ષીય પુત્રને બ્લુ વ્હેલ ગેમની લત લાગી હતી. તેણે અલગ-અલગ ટાસ્ક પુરા કરતાં તેને માસ્ટરે નવો ટાસ્ક આપ્યો હતો અનેે આ ટાસ્ક તેણે ગમે તે રીતે પુરો કરવાનો હતો તેથી તે દબાણમાં હતો. સગીરે ૨૫૩ કિમી દૂર આવેલા પૂણે એરપોર્ટ પર જઇને સુરક્ષા વ્યવસ્થા તોડીને અંદર ઘૂસવાનું હતું અને સેલ્ફી લઇને આ ટાસ્ક પુરો કરવાનો હતો. આ માટે સગીર બુધવારે સોલાપુર બસસ્ટેન્ડ પરથી પુણે જતી બસ દ્વારા પુણે પહોચ્યો હતો. તેવામાં સવારે સગીર ઘરેથી લાપતાં થતાં પરેશાન પરિવારજનોએ તરત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તપાસ કર્યા પછી જાણ થઇ કે સગીર બસ દ્વારા પુણે ગયો હતો. સોલાપુર પોલીસે ગ્રામીણ પોલીસ અને હાઇવે પોલીસને સગીર અંગે જાણકારી આપી હતી. પુણેના ભિગવન પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર નીલકંઠ રાઠોડ પોતાની ટીમ સાથે બસ પાસે પહોંચ્યા હતા અને પુણે જતી બસમાંથી તેને નીચે ઉતાર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks