બાંગ્લાદેશમાં ૭ જાન્યુઆરીના રોજ ચૂંટણી પછી પિનાકી ભટ્ટાચાર્ય સહિત કેટલાક પ્રથમ યુટ્યુબરોએ ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી, પિનાકી ભટ્ટાચાર્ય આ ચળવળના નેતાઓ પૈકી એક છે, તેમના આહ્વાન પછી ઘણી લોકપ્રિય વ્યક્તિઓ આ ઝુંબેશમાં જોડાઈ છે, જેના કારણે તેની લોકપ્રિયતામાં ધીમે-ધીમે વધારો થયો છે
(એજન્સી) તા.૨૧
માલદીવ બાદ ભારતનો અન્ય એક પાડોશી બાંગ્લાદેશ પણ ‘ઇન્ડિયા આઉટ’ ચળવળમાં જોડાયો છે. બાંગ્લાદેશમાં ભારતીય ઉત્પાદનોના બહિષ્કારનું એલાન જોર પકડી રહ્યું છે. નોંધનીય છે કે, માલદીવના રાજકારણી ડૉ.મોહમ્મદ મુઈઝુ માલદીવમાં ‘ઈન્ડિયા આઉટ’ અભિયાનને લઈને સત્તા પર આવ્યા હતા. બાંગ્લાદેશમાં ૭ જાન્યુઆરીના રોજ ચૂંટણી પછી પિનાકી ભટ્ટાચાર્ય સહિત કેટલાક પ્રથમ યુટ્યુબરોએ ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. પિનાકી ભટ્ટાચાર્ય આ ચળવળના નેતાઓ પૈકી એક છે. તેમના આહ્વાન પછી ઘણી લોકપ્રિય વ્યક્તિઓ આ ઝુંબેશમાં જોડાઈ છે, જેના કારણે તેની લોકપ્રિયતામાં ધીમે-ધીમે વધારો થયો છે. તેઓ કહે છે કે, ભારતે અન્યાયી રીતે બાંગ્લાદેશના લોકોને ચૂંટણીના અધિકારથી વંચિત રાખ્યા છે અને વર્તમાન સરકાર અન્યાયી રીતે તેને સમર્થન આપી રહ્યું છે. ભારતના સમર્થનથી વર્તમાન સરકારે સત્તા કબજે કરી છે અને તટસ્થ દેખરેખ હેઠળ કોઈ ચૂંટણીઓ યોજવામાં આવી રહી નથી. તેઓએ ભારતના સમર્થનથી સત્તા કબજે કરી છે. છેલ્લી ચૂંટણીમાં બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષી દળ સહિત વિપક્ષી દળોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ સરકાર પોતાની પાર્ટીની અંદરથી જ વિપક્ષી પાર્ટી બનાવીને ફરી સત્તામાં આવી હતી. તેની પાછળ ભારતનો ટેકો મુખ્ય હતો. તેમનો દાવો છે કે, બાંગ્લાદેશના લોકોનો મત આપવાનો લોકતાંત્રિક અધિકાર ત્યાં સુધી પાછો નહીં આવે જ્યાં સુધી ભારત બાંગ્લાદેશમાં સંપૂર્ણપણે હસ્તક્ષેપ કરવાનું બંધ નહીં કરે. જો કે, આ ઝુંબેશ વ્યક્તિગત સ્તરે અને સોશિયલ મીડિયા પર લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ આજે બાંગ્લાદેશમાં મુખ્ય વિરોધ પક્ષ મ્દ્ગઁએ સત્તાવાર રીતે આ આંદોલનમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. મ્દ્ગઁના વરિષ્ઠ સંયુક્ત મહાસચિવ એડવોકેટ રૂહુલ કબીર રિઝવીએ ઔપચારિક રીતે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની શરૂઆત કરી હતી. રિઝવીએ કહ્યું કે, ઈન્ડિયા આઉટ કેમ્પેઈન સોશિયલ મીડિયા સહિત દરેક જગ્યાએ આગળ વધી રહ્યું છે. લોકો ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરીને વિરોધ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની લહેરથી એવું લાગે છે કે, દેશની મોટી વસ્તીએ ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની તરફેણમાં મક્કમ વલણ અપનાવ્યું છે. તેથી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી-મ્દ્ગઁ સહિત ૬૩ લોકશાહી તરફી પક્ષો અને દેશભક્ત લોકો ભારતીય ઉત્પાદનોના બહિષ્કારના આ આંદોલન સાથે એકતા વ્યક્ત કરી રહ્યા છે.