Gujarat

બીઓબીમાં ટેકનિકલ ખામી સર્જાતાં એકાઉન્ટમાંથી રકમ ઊપડી ગયાના મેસેજથી ખાતેદારોમાં રોષ

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૦
બેંક ઓફ બરોડા શાખામાં ટેકનીકલ ખામીને લીધે ૨૦૦ જેટલા ખાતેદારોના બેંક ખાતામાંથી આજે એકાએક ૫૦ લાખ ઉપરાંતની રકમ ઉપડી ગયાના મોબાઈલ ફોન પર મેસેજ આવતાં બેંકમાં ખાતેદારોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બેંકનાં અધિકારીઓએ ખાતેદારોને ટેકનીકલ ખામી સર્જાઈ હોવાની સમજાવ્યા હતાં. ત્યારે ખાતેદારોનો રોષ શાંત થયો હતો. અપગ્રેડેશન તરફની દોટને કારણે બેંક ઓફ બરોડાની તમામ શાખાઓમાં નાણાંકીય વ્યવહારો પર અસર પડી રહી હોવાનું બેંક અધિકારીએ જણાવ્યું હતું. બેંક ઓફ બરોડાની દેશ ભરની તમામ શાખામાં એક સાથે ફીનેકલ સેવનનાં બદલે ફીનેકલ ટેનનું અપગ્રેડેશન કરવામાં આવ્યું હોવાના કારણે ગત તા.૧૩મી ઓગષ્ટથી નાણાંકીય વ્યવહારો ખોરવાયા હોવાનું બેંક સુત્રોથી જાણવા મળ્યું છે. આ સિસ્ટમને પગલે કરોડો રૂપિયાનાં ચેક પરત ફરી રહ્યાં છે. આરટીજીએસ કે નેફટ જેવી સેવાઓ પણ લગભગ બંધ જેવી હાલતમાં છે.
તે દરમિયાન આજે વહેલી સવારે છ વાગ્યાના સુમારે બેંક બરોડાની જુના પાદરા શાખાનાં ખાતેદારોનાં મોબાઈલ ફોન પર તમારા ખાતામાંથી હજારો રૂપિયા ઉપડ્યા હોવાના મેસેજ મળ્યા હતાં. સવારે આ મેસેજ વાંચતા જ ખાતેદારો ચોંકી ઉઠ્યા હતાં. રવિવારે બેંક બંધ તેમજ કોઈ રૂપિયા નહિ ઉપાડ્યા હોવા છતાં મેસેજ જોઈને ખાતેદારો બેંકની શાખાએ પહોંચી ગયા હતાં. સવારે નવ વાગ્યાના સુમારે તો ખાતેદારોનાં ટોળા ઉમટી પડ્યા હતાં. જેની જાણ થતાં બેંકનાં મેનેજર રામપ્રકાશ બબ્બર પાસે પોતાનાં ફોન પર આવેલ મેસેજ વિશે સ્પષ્ટતા માંગી હતી. પરિસ્થિતિ વણસતી જોઈ બેંકનાં અધિકારીઓએ પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે લોકોને શાંત પાડ્યા હતાં. બેંકનાં અધિકારીઓએ પણ રોષે ભરાયેલા ખાતેદારોને તમારા રૂપિયા તમને પરત મળશે. ટેકનીકલ ખામીને કારણે આ સમસ્યા સર્જાઈ છે. ગભરાવવાની કોઈ જરૂર નથી તેમ કહેતા ખાતેદારોનાં જીવમાં જીવ આવ્યો હતો.એક બેંક અધિકારીએ જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડાએ અન્ય બેંકોની જેમ ફિનેકલ સેવનમાંથી ફિનેકલ ટેન સિસ્ટમનું અપગ્રેડેશન કરતાં છેલ્લા છ દિવસથી બેંક ઓફ બરોડાની તમામ શાખામાં તેની અશર થવા પામી છે. કર્મચારીઓ પણ આ મામલે હેલ્પલેશ હોવાનું ખાતેદારોને કહી રહ્યાં છે. આસમસ્યા ગત તા.૧૪મી ઓગષ્ટથી ઉદ્‌ભવી છે. છ દિવસ થવા છતાં તેનું નિરાકરણ લાવી શક્યા નથી જેથી બેંકનાં ખાતેદારોમાં નારાજગી જોવા મળી રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.