(સંવાદદાતા દ્વારા) બોડેલી,તા.૧૭
ડભોઈ વડાપ્રધાનના કાર્યક્રમમાં ૧૦ મુદ્દાઓની માગણી સાથે રજૂઆત કરવા જતા એસ.એસ.ઓ. અધિકાર મહાસંઘ ગુજરાતના રપ કાર્યકર્તાની છોટાઉદેપુર જિલ્લા પોલીસે બોડેલી ખાતે અટક કરી હતી. અધિકાર મહાસંઘના કાર્યકરો આજે મધ્ય ગુજરાતના નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈનું પાણી, પીવાનું પાણી આપવા માગણી કરવા જ્યારે મધ્ય ગુજરાત ખેડૂત સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી પાણી લેતા સરકાર દ્વારા ખેડૂતોના એન્જિન બકનળીને નુકસાન પહોંચાડવામાં આવે છે. આ ખોટી હેરાનગતિ બંધ કરાવવાની માગણી તેમજ ૪૦ કરોડમાં વેચી નાખેલ બોડેલી સુગરમાં ફસાયેલા ખેડૂતોના નાણાં આપે જેવા મુદ્દાઓ સાથે જતા કાર્યકરોની છોટાઉદેપુર જિલ્લા પોલીસે બોડેલી વિશ્રામ ગૃહ પાસે રોકી અટક કરી છોટાઉદેપુર મોકલી અપાયા હતા.
Facebook
0
Twitter
0