ભૂજ, તા.૯
ભૂજમાં એસ.ટી. ડેપોને બોમ્બથી ઉડાવી દેવાનો આતંકવાદી સંગઠન આઈ.એસ.આઈ.એસ.ના નામથી નનામો પત્ર મળતા ખળભળાટ મચી ગયો હતો. તા.૯/પના સવારે ભૂજ એસ.ટી. ડેપો મેનેજર નીમીષાબેન ઠક્કરને પોસ્ટ મારફત તે ટપાલ મળી હતી. જેમાં હિન્દી ભાષામાં લખ્યું હતું કે ભૂજ એસ.ટી. ડેપોને બોંબથી ઉડાવી દેવા માટે આઈ.એસ.આઈ.એસ. દ્વારા આઠ બોમ્બ ગોઠવવામાં આવ્યા છે. આ ટપાલમાં મોકલનાર તરીકે ભચાઉ હેલ્થ ઓફિસરનું નામ દર્શાવાયું છે. આ પત્ર અંગે એસ.ટી. ડેપો મેનેજરે તાત્કાલિક પોલીસને જાણ કરતાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટુકડી દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે આ પત્ર કોઈ દ્વારા ભય ફેલાવવાના ઉદ્દેશ્યથી કરાયો હોય તેવું પોલીસની તપાસમાં જણાવાયું હતું.
Facebook
0
Twitter
0