બૂટ પહેરીને ધ્વજારોહણ કરતા પ્રિન્સિપાલ પર હુમલો કરનારા ૬ લોકોની ધરપકડ કરાઈ

(એજન્સી) હૈદરાબાદ, તા.૧૮
નિઝામાબાદ જિલ્લાના પોલીસ ઈન્સ્પેક્ટર નરસિમ્હા સ્વામીએ જણાવ્યું કે સરકારી કોલેજના પ્રિન્સિપાલ યકીનુદ્દીન પર કથિત રીતે હુમલો કરનારામાંથી પોલીસે છ જણાની ધરપકડ કરી હતી. આ ઘટના સ્વતંત્રતા દિવસ પર સરકારી જૂનિયર કોલેજમાં બની હતી. સરકારી કોલેજના મુસ્લિમ પ્રિન્સિપાલ પર હિન્દુ કાર્યકર્તા, એબીવીપી અને આરએસએસના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. પ્રિન્સિપાલે તિરંગાનું ધ્વજારોહણ કરવા માટે પોતાના બૂટ ન ઉતારતા કાર્યકર્તાઓએ તેમને કથિત રીતે માર માર્યો હતો. આ ઘટના નિઝામાબાદ જિલ્લાના અલીયાપુર ગામની સરકારી જુનિયર કોલેજમાં બની હતી. આ વાતની પણ નોંધ લેવા જેવી છે કે વડાપ્રધાન મોદીએ પણ લાલકિલ્લા પર ધ્વજારોહણ કરતાં સમયે બૂટ પહેરલા હતા અને અમિત શાહે પણ ઓફિસમાં ધ્વજારોહણ કરતાં બૂટ પહેરેલા હતા. ધ્વજારોહણ કરતી વખતે બૂટ ઉતારવાનો એવો કોઈપણ કાયદો નથી. આ એક મુસ્લિમ પ્રિન્સિપાલને હેરાન કરવાનું બહાનું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks