નવી દિલ્હી, તા.૧૮
રોહન બોપન્ના અને ક્રોએશિયાના ઈવાન ડોડીઝની જોડી સિનસિનાટી માસ્ટર્સ ટેનિસની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. જેમણે સેબેસ્ટિન અને ફોગનિનીને એક સંઘર્ષપૂર્ણ મુકાબલામાં પરાજય આપ્યો સાતમા ક્રમાંકના બોપન્ના અને ડોડીઝે હરીફ જોડીને પ-૭, ૭-પ, ૧૦-૮થી પરાજય આપ્યો. ડબ્લ્યુટીએ ટુર્નામેન્ટમાં સાનિયા મિર્ઝા અને શુસાઈપેંગે ઈરિના કામેલિયાવેગુ અને ઓલારૂને ૬-૩, ૬-૭, ૧૦-૩થી હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો. લગભગ એક કલાક ૪૧ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં બોપન્ના અને ડોડીઝે પોતાના વિરોધીઓની સર્વિસ બે વાર તોડી પણ એકવાર તેમની સર્વિસ પણ તૂટી. બોપન્ના અને ડોડીઝનો સામનો હવે બીજા ક્રમાંકના લુકસકુબોઝ અને માર્શલો મેલો સામે થશે. જેમ કે ડિયેગો રેસ અને મીશાને ૭-પ, ૬-રથી પરાજય આપ્યો.
Facebook
0
Twitter
0