બોરસદ- વાસદ ચોકડી પાસે આઇસરની ટક્કરે બાઈક સવાર યુવતીનું કમકમાટીભર્યું મોત

આણંદ, તા.૧૭
બોરસદ મદીનાનગરમાં રહેતા મુદ્દસરઅલી હાફેઝઅલી સૈયદ બુધવારે બપોરે ૨ઃ૩૦ કલાકે પોતાની બાઈક પર પોતાની ભાણી આયશાબાનું દસ્તગીરઅલી સૈયદને લઇ તાલુકા સેવા સદન ખાતે આધારકાર્ડના કામ અર્થે જવા નીકળ્યા હતા ત્યારે વાસદ ચોકડી પાસે કોર્ટ નજીક રસ્તા પર પાછળથી પુરપાટ ઝડપે આવેલ આઇસર ટેમ્પોનાં ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેને લઇ બાઈકચાલક મુદ્દસર અને પાછળ બેઠેલા આયશાબાનું દસ્તગીરઅલી સૈયદ (ઉ.વ.૧૯) બાઈક પરથી ઉછળીને રોડ પર પટકાયા હતા જેમાં આયશાબાનુનાં માથા પર આયસર ટેમ્પોનું ટાયર ફરી વળતા તેણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જીને આઇસરચાલક આઇસરને થોડે દૂર મૂકીને ફરાર થઇ ગયો હતો. ઘટનાને લઇ લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને લોકોમાં ભારે રોષ ફેલાયેલો હતો અકસ્માતને લઇ રસ્તા પર બન્ને તરફ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. હાઇવે માર્ગને એક તરફથી ખુલ્લો કરી વાહનવ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો. લોકોમાં ભારે આક્રોશ હોઈ પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી આઇસરને હટાવી લઇ પોલીસ મથકે મૂકી દેવામાં આવી હતી. પોલીસે મૃતદેહને બોરસદ સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલી બાઈકચાલકની ફરિયાદના આધારે આઇસરચાલક વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks