Gujarat

બોરસદના ભાદરણીય ગામે દલિત યુવાનની હત્યા કેસમાં સાત આરોપીઓની ધરપકડ

(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨
બોરસદ તાલુકાનાં ભાદરણીયા ગામમાં રવિવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યાનાં સુમારે ગામનાં ચોકમાં ગરબા જોવા ગયેલા દલીત યુવકને પટેલ સમાજનાં સાત યુવકો દ્વારા અહીયાં કેમ આવ્યો તેમ કહી માર મારી હત્યા કરવાનાં ચકચારી બનાવમાં પોલીસે રવિવારે રાત્રે આઠ આરોપીઓની ધરપકડ કરી આજે તેઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ભાદરણીયા ગામે દશેરાની રાત્રીનાં સુમારે ગરબા જોવા ગયેલા દલીત યુવક જયેશ શોલંકી અને પ્રકાશ સોંલકી સહીત યુવાનોને પટેલ સમાજનાં સંજય ઉર્ફે ભીમાં સહીત આઠ આરોપીઓએ ગરબામાં કેમ આવ્યો છું તેમ કહી હુમલો કરી જયેશને માર મારીને તેની હત્યા કરી હતી.જે બનાવને લઈને હાહાકાર મચી જતા પોલીસે રવિવારે આઠ આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી મોડી સાંજે સંજય ઉર્ફે ભીમો ઠાકોરભાઈ પટેલ, ચિંતનભાઈ કિરણભાઈ પટેલ,ઋત્વીજ અરવિંદભાઈ પટેલ, ધવલ રમેશચંદ્ર પટેલ,જીજ્ઞેસ ઠાકોરભાઈ પટેલ,વિકી અરવિંદભાઈ પટેલ,રીપેન સુરેશભાઈ પટેલ,દિપેશ મનુભાઈ પટેલ સહીત આઠ આરોપીઓને ઝડપી પાડયા હતા,અને આઠેય આરોપીઓને મેડીકલ પરિક્ષણ માટે પેટલાદની સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને ત્યારબાદ મોડી સાંજે આઠેય આરોપીઓને બોરસદની જયુડીશલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
દલીત યુવકની હત્યાને લઈને ગામમાં અજંપાભરી સ્થિતી પ્રવર્તી રહી છે.અને આજે સતત બીજા દિવસે પણ ગામની દુકાનો બંધ રહી હતી.તેમજ સમગ્ર ગામમાં શોકમગ્ન માહોલ પ્રસરી રહ્યો છે,પોલીસ દ્વારા સમગ્ર ગામમાં સીઆરપીએફ અને પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે,અને સમગ્ર કેશની તપાસ પેટલાદ ડીવીઝનનાં ડીવાયએસપી જે.એન દેસાઈ ચલાવી રહ્યા છે.
આણંદ કલેકટર કચેરી ખાતે આજે કલેકટર ડા.ધવલકુમાર પટેલ અને પોલીસ અધિક્ષક સૌરભસિંધએ સંયુકત પત્રકાર પરિષદ યોજી હતી,તેમાં તેઓએ કહ્યું હતું કે મૃતક યુવાનનાં મૃતદેહનું પોષ્ટમોર્ટમ પેનલ ડોકટરની ટીમથી કરવામાં આવ્યું છે,અને તેની વિડીયોગ્રાફી કરાવવામાં આવી છે,તેમજ વિસેરા લઈ તપાસ અર્થે એફએસએલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.તેમજ મૃતક જયેશનાં પરિવારને રાજય સરકાર દ્વારા ૮.૨૫ લાખની સહાય જાહેર કરવામાં આવી છે,જેમાં આવતીકાલે સવારે સહાયની ૫૦ ટકા રકમ રૂ।.૪,૧૨,૫૦૦નો ચેક ચુકવવામાં આવશે,તેમજ બાકીની પ૦ ટકાની રકમ પોષ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ ચુકવવામાં આવનાર છે.
પોલીસ અધિક્ષક સૌૈરભસિંધએ જણાવ્યું હતું કે હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓ કાયદાની છટકબારીનો લાભ લઈ છુટી જાય નહી તે માટે પુરાવાઓ મજબુત ભેગા કરવામાં આવ્યા છે,તેમજ જરૂરી નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે.
ભાદરણીયા ગામમાં સવારે ચાર વાગ્યા સુધી પરવાનગી વગર ચાલેલા ગરબા અંગે આયોજકો સામે કાર્યવાહી કરાશે.પમી ઓકટોબરએ દલિત સમાજ રેલી કાઢી આવેદનપત્ર આપશે.
દલીત સમાજનાં અગ્રણી ભગવાનભાઈએ જણાવ્યું હતું કે અમો આ ધટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને સખ્ત સજા થાય અને કેસ વહેલો પુરો થાય તે માટે દલીત સમાજ દ્વારા આગામી તા.૫મી ઓકટોબરને ગુરૂવારે સવારે ૧૦ કલાકે ભાદરણીયા ગામેથી રેલી કાઢી ભાદરણ પોલીસ મથકે જઈને કલેકટર ભાદરણ આવીને આ આવેદનપત્ર સ્વિકારવામાં આવે તે માટે વિનંતી કરવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  CrimeGujarat

  કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

  મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
  Read more
  CrimeGujarat

  વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

  વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.