બોરસદ પાલિકાના કાઉન્સિલર વિરૂદ્ધ ભ્રષ્ટાચારની તપાસ માટે નિયામકનો આદેશ

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૯
આણંદ જિલ્લાનાં બોરસદ નગરપાલીકાના અપક્ષ કાઉન્સીલરે તત્કાલીન એન્જીનીયર સાથે સાથગાંઠ કરી ડ્રેનેજ વિભાગનો કોન્ટ્રાકટ પોતાના પિતાના નામે મેળવી ડ્રેનેજની કામગીરીમા ગેરરીતીઓ આચરી ભ્રષ્ટાચાર કરતા જે અંગે સ્થાનીક નાગરીકે નગરપાલીકા નિયામક સમક્ષ રજુઆત કરતા નગરપાલીકા નીયામકે આ અંગે તપાસ કરવા કલેકટરને આદેશ આપતા ખડભડાટ મચી જવા પામ્યો છે.
મળતી વીગતો અનુસાર બોરસદ નગરપાલીકાના વોર્ડ નં. પના અપક્ષ કાઉન્સીલર શાહીનશા મહેબુબશા દીવાને તત્કાલીન એન્જીનીયર સાથે સાથગાંઠ કરી ડ્રેનેજ વીભાગની કુંડીઓ બનાવવા, ખુલ્લી કુંડીના ઢાંકણો બેસાડવા, નવી ગટર લાઈન નાંખવા સહીતની વીવીધ કામગીરી માટે તમામ નીતિ નીયમોનો ભંગ કરીને પોતાના પિતાના નામે કોન્ટ્રાકટ મેળવ્યો હતો.
જે અંગે એક જાગૃત નાગરીક દ્વારા નગરપાલીકાના ચીફ ઓફીસરને રજુઆત કરી ડ્રેનેજની કામગીરીમા હલકી ગુણવત્તાવાળુ કામ થયુ હોઈ આ કોન્ટ્રાકટના બીલો નહી ચુકવવા માટે રજુઆત કરવામા આવી હતી જેથી નગરપાલીકાના ચીફ ઓફીસર દ્વારા બીલોની ચુકવણી અટકાવી દેવામા આવી હતી પરંતુ કેટલાક કાઉન્સીલરો અને અગ્રણીઓ દ્વારા કોન્ટ્રાકટર સાથે મીલીભગત કરી નહીં ચુકવાયેલા બીલોની ચુકવણી કરાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે જયારે આ અંગે જાગૃત નાગરીકે ગાંધીનગર ખાતે નગરપાલીકા નીયામક સમક્ષ ભ્રષ્ટાચાર આચરનાર કાઉન્સીલર શાહીનશા દીવાનનું સભ્યપદ રદ કરવા અને તેઓની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રજુઆત કરતા નગરપાલીકા નીયામકે આ અંગે આણંદના કલેકટરને તપાસ કરવા અને નીયમ અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે જેને લઈને ખળભળાટ મચી ગયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts