જે બ્રાહ્મણ જૂથો આજે ઇંગ્લિશ શિક્ષણ વિરુદ્ધ ચળવળ ચલાવી રહ્યાં છે તેઓને જ અંગ્રેજી શિક્ષણથી વધારે ફાયદો થયો છે

(એજન્સી)                       તા.૨૪

આ એક એવો વર્ગ છે કે જેઓએ અંગ્રેજીમાં વાત કરતા અને વાંચતા લખતા ખ્રિસ્તી શાળાઓમાં શીખ્યા છે અને તેઓ જ આજે ખ્રિસ્તી વિરોધી, દલિત વિરોધી,  મુસ્લિમ વિરોધી અને અનામત વિરોધી છે.

ગોવામાં ઇંગલિશ-માધ્યમની શાળાઓ જે કેથોલિક ચર્ચ દ્વારા ચલાવવા આવે છે તેના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આગેવાની હેઠળ વિરોધ કરવામાં આવી રહ્યો છે જે બ્રાહ્મણના જીવનમાં શાળાઓની ભૂમિકાનું પરીક્ષણ કરવા માટે એક સારો અવસર આપે છે. ભારતીય ભાષા સુરક્ષા મંચ દ્વારા માગણી કરવામાં આવી છે કે ગોવાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું માધ્યમ પ્રાદેશિક ભાષાઓમાં કરવામાં આવે.

પ્રથમ પ્રશ્ન એ ઊભો થાય છે કે : બ્રાહ્મણો અને આરએસએસ વચ્ચે શું સંબંધ છે? બ્રાહ્મણોએ માત્ર આરએસએસ શરૂ જ કરી નથી પણ તેની  વિચારધારા માટે પણ જવાબદાર છે.

પરંતુ હવે આ બ્રાહ્મણો માત્ર ઇજીજી જ નિયંત્રિત કરતાં નથી. પરંતુ તેઓ આજે ભારતમાં તમામ સંસ્થાઓ નિયંત્રિત કરી રહ્યા છે અને તેનું કારણ એ છે કે તેઓની ઇંગલિશ સાથે પારિવારિકતા શક્તિશાળી છે અને

પ્રાચીન અને મધ્યયુગીન સમયમાં  સંસ્કૃત પર તેમના ઈજારા સાથે તેમની દેશમાં સર્વોચ્ચતા સાથે કોઈ લેવાદેવા નથી. જો બ્રાહ્મણોએ માત્ર તેમની પ્રાચીન માતૃભાષા સંસ્કૃતમાં જ શિક્ષિત કરવામાં આવ્યા હોત તો શું તેઓ આજે તેમની ભારત અને વિદેશમાં રહેલી સ્થિતિનો આનંદ લઈ શકયા હોત?

ઇંગલિશ શિક્ષણમાં એકાધિકાર

૧૮૧૭ માં, ઇંગલિશનું શિક્ષણ મુખ્યત્વે બ્રાહ્મણના બાળકોને આપવા માટે પ્રેસિડન્સી સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. અને કેરળમાં ઇંગલિશ માધ્યમની શાળાઓ શરૂ કરવા પ્રથમ રિફોર્મ ૧૮૩૨ બિલ રજૂ કરવામાં આવ્યો હતો. અને ૧૯૩૪ માં ત્રાવણકોર વિસ્તારમાં અમુક શાળાઓ શરૂ કરવામાં આવી હતી. આ શાળાઓમાં પ્રથમ શીખનારાઓમાં બ્રાહ્મણ લોકો જ હતા અને તેમણે તેમની સંસ્કૃત અને મલયાલમના માધ્યમનું શિક્ષણ છોડ્યુ હતું. નાયર અને મેનન સમુદાય બહુ પાછળથી ઇંગલિશ શિક્ષણ સિસ્ટમ સાથે જોડાયા હતા.

સમકાલીન સંદર્ભમાં જોઈએ તો વધુ પ્રમાણમાં બ્રાહ્મણો જ દિલ્હીમાં સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં, મુંબઇમાં સેંટ ઝેવિયર્સ કોલેજ, બેંગલોરમાં સેન્ટ જોસેફ કોલેજ, અને અનેક તમિલ સંસ્થાઓમાં અંગ્રેજીમાં શિક્ષણનો સૌથી વધુ લાભ મેળવે છે અને આ ઉપરાત તમિલનાડુ અને વિવિધ ભારતીય શહેરોમાં કેથોલિક ગ્રામર શાળાઓમાં પણ બ્રાહ્મણો જ ભણે છે.

જ્યારે મિશનરીઓ આવી ત્યારે પ્રારંભમાં થોડા વર્ષોમાં ખ્રિસ્તી ધર્મમાં લોકો રૂપાંતરિત થતાં હતા. પણ જ્યારે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રતા માટેની ચળવળ શરૂ થઈ એ પછી સ્વાતંત્ર્ય ચળવળમાં હિન્દૂ ગૌરવનું પાસું ઉમેરવામાં આવ્યું એ ખરેખર તો આવશ્યક બ્રાહ્મણ ગર્વ હતો.

ઉચ્ચ-જાતિના લોકોને સમજાયું કે જે સમયે બ્રિટીશ ભારત છોડી જશે ત્યારે સત્તા આપોઆપ બ્રાહ્મણો પાસે જ આવશે. કારણ કે તેઓ ભારતમાં સૌથી વધુ શિક્ષિત લોકો હતા. અહી સંસ્કૃતની કોઈ વાત જ નથી. તેમના ઇંગલિશ પરના પ્રભુત્વે તેમને વૈશ્વિક જોડાણ માટે સરળતા કરી આપી હતી.

ખાસ કરીને ઇંગલિશ શિક્ષણનો ઉચ્ચ વર્ગના શૂદ્રને (કેરળમાં નાયર અને મેનન સિવાય) મોટે ભાગે આ ઔપચારિક શિક્ષણના લાભો પ્રાપ્ત થયા નથી.

આજે પણ, મોટા ભાગના જાટ, પટેલ, ગુજ્જર, મરાઠા, જે કેટલાક રાજ્યોમાં ફેલાયેલા છે,  તેઓને ઇંગલિશ શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે. તેઓ સ્થાનિક શિક્ષણ વ્યવસ્થામાં ઘણી પાછળથી આવ્યા હતા, પણ દેશની શ્રેષ્ઠ કેથોલિક શાળાઓ જે મોટી સંખ્યામાં છે તેમાં મોટેભાગે બ્રાહ્મણો જ અંગ્રેજી શીખે છે.

અંગ્રેજી શિક્ષણ પર કડક લગામ

ગોવા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ઉત્તર-મધ્ય ભારતના હિન્દી પ્રદેશો સહિત કેટલાક રાજ્યોમાં ઇંગલિશ શિક્ષણ ધરાવતા બ્રાહ્મણો જ હવે ઇંગલિશ વિરોધી શિક્ષણ આંદોલન ચલાવી રહ્યા છે અને તેમાં તેઓ અગ્ર ભાગ ભજવે છે. આવું શા માટે? કારણ કે તેઓ ઈચ્છે છે કે અન્ય સમુદાય ઇંગલિશનું શિક્ષણ લઈને તેના લાભો ન મેળવી શકે.

શૂદ્ર અને દલિતો પણ જો ઇંગલિશ માધ્યમનું શિક્ષણ મેળવી લેશે તો બ્રાહ્મણો આ ભાષા પર તેમની સર્વોચ્ચતા ગુમાવશે. અને દલિતો અને અન્ય સમુદાયો તેઓને પણ વટાવી જશે. આ બધા બ્રાહ્મણ બૌદ્ધિકોનો વિચાર છે અને તેમનો વૈચારિક ઝુકાવ છે. હું દરેક રાજ્યમાં તેમને મળું છું તો તેઓ મને એક ખતરનાક વ્યક્તિ તરીકે જુએ છે કારણ કે હું ઇંગલિશ બોલી શકું છું અને ઇંગલિશમાં લખી પણ શકું છું.  અને તેઓ આવું ઇચ્છતા નથી.

વ્યંગાત્મક રીતે, પ્રાદેશિક ભાષામાં શિક્ષણ અને ગૌરક્ષા તેમજ ખ્રિસ્તી વિરોધી, મુસ્લિમ-વિરોધી ઝુંબેશમાં આ ઇંગલિશ શિક્ષિત બ્રાહ્મણો જ અગ્રણી છે અને શૂદ્ર તેમજ પછાત લોકો તેમના શક્તિશાળી સાથી તરીકે તેમને અનુસરે છે. (આ શૂદ્રમાં ઉચ્ચ જાતિના અને અન્ય પછાત જાતિનો પણ સમાવેશ થાય છે) અને આ લોકો તેમના મિશનનો સાચો હેતુ સમજતા નથી.

શા માટે કૅથલિકોએ ઇંગલિશ-માંધ્યમની શાળાઓ અને કોલેજો શરૂ કરી હતી? કારણ કે તેઓ એક સામાજિક ચળવળ કરતાં વધુ  ભગવાનની સેવા માટે શિક્ષણ આપે છે. અને આ શિક્ષણ, સસ્તું છે પરંતુ મફત નથી. અને તે નીચલી જાતિઓ માટે ઉપલબ્ધ ન હતો. આ પ્રકારનો એક અલિખિત નિયમ હતો કે શહેરી વિસ્તારોમાં મોટાભાગની શ્રેષ્ઠ શાળાઓ દલિતો અને બહુજન લોકો કરતાં શિક્ષિત માતા પિતાના બાળકોને શિક્ષણ આપવાનું પસંદ કરે છે અને આ બધો તફાવત પહેલેથી જ રાખવામા આવ્યો છે.

એવી રીતે, ખ્રિસ્તી શાળાઓ અને ખાસ કરીને કેથોલિક શાળાઓમાં બ્રાહ્મણોનો એક વર્ગ જે ઇંગલિશમાં લખી વાંચી શકે છે એક એવો વર્ગ છે કે જેઓએ અંગ્રેજીમાં વાત કરતા અને વાંચતા લખતા ખ્રિસ્તી શાળાઓમાં શીખ્યા છે અને તેઓ જ આજે ખ્રિસ્તી વિરોધી, દલિત વિરોધી,  મુસ્લિમ વિરોધી અને અનામત વિરોધી છે.

ખાસ કરીને ગરીબ અને અભણ લોકોને આ શિક્ષણ આપવાનું નકારવામાં આવ્યું હતુ. ઇંગલિશમાં શિક્ષણ આપવાનો ગોવામાં આરએસએસના એકમ દ્વારા કરવામાં આવતો વિરોધ માત્ર એક હિમશીલાની ટોચ છે. ૧૮૧૭ થી બંગાળપ્રદેશમાં ઇંગલિશ શિક્ષણના ઇતિહાસમાં બંગાળી સામ્યવાદી અને બિનસાંપ્રદાયિક બ્રાહ્મણોને જ ઇંગલિશ શિક્ષણથી ફાયદો થયો છે. આનો અર્થ એ નથી અન્ય કોઈ અંતે ઇંગલિશમાં શિક્ષણ ઉપલબ્ધ ન હતું. તો પછી શા માટે બંગાળની નીચલી જાતિઓ બંગાળી બ્રાહ્મણ દળો જેવા ઇંગલિશ શિક્ષિત બૌદ્ધિકો ઉત્પન્ન કરી શકી નથી નથી. તેનું કારણ તેઓએ સમજાવવું જોઈએ.

અને માટે જ અંગ્રેજીમાં શિક્ષણ આપવાનો વિરોધ કરવો એ માત્ર વૈચારિક મુદ્દો નથી. પરંતુ આ એક બ્રાહ્મણ રાષ્ટ્રવાદ વિરુદ્ધ દલિત-બહુજન રાષ્ટ્રવાદનો મુદ્દો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts