બ્રિટનમાં ટોની બ્લેર સામે ખટલો ન ચલાવવા સામે અરબના લોકો પણ એક થયા

(એજન્સી) લંડન,તા. ર
ઘણા અરબના ટોચના લોકોનું માનવું છે કે ઇરાકના યુદ્ધ મામલે બ્રિટિશ હાઇકોર્ટ દ્વારા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર સામે ખટલો ન ચલાવવો જોઇએ. આ નિર્ણયથી હવે અરબ દેશોમાં ફરી મતભેદો જોવા મળી રહ્યાં છે તે સ્પષ્ટ થઈ ગયું છે. મિડલ ઇસ્ટના કોમેન્ટેટરે આ નિવેદન કર્યુ હતું. એક સહાયક પ્રેસે આપેલી માહિતી પ્રમાણે પૂર્વ ઇરાકી જનરલ અબ્દુવાહીદ શાહનાન અલ રબ્બાત દ્વારા ટોની બ્લેર સામે ખટલો ચલાવવાના પ્રયાસો પર હવે પૂર્ણવિરામ લાગુ ગયું છે. શાહનાન અલ રાબાત બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર સામે પ્રાઇવેટ વોર ક્રાઇમના ગુના હેઠળ ખટલો ચલાવવા માગતા હતા. કોર્ટે તેના નિર્ણયમાં જણાવ્યું કે ૧૯૯૭થી ર૦૦૭ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન પદે રહેલા ટોની બ્લેર સામે કેસ ચલાવવાનો કોઇ સવાલ જ નથી. બ્રિટિશ કાયદા પ્રમાણે તેમણે કોઈ પ્રકારની આક્રમકતા કે ગુનો કર્યો નથી. મિડલ ઇસ્ટ અને ઉત્તર આફ્રિકા પ્રોગ્રામ એટ ધી ચાથામ થિંક ટેન્કના વડા લિના ખાતિબે આ મામલે કહ્યું કે મિડલ ઇસ્ટમાં ઘણા લોકો વિશ્વાસ રાખે છે કે કોઇપણ પશ્ચિમી દેશના નેતા સામે ઇરાક યુદ્ધ મામલે ખટલો ન ચાલવો જોઇએ. ખાતિબે જણાવ્યું કે ઇરાક મામલે અમેરિકા અને બ્રિટનના નેતાઓ સામે ઘણા સમયથી અરબે કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું છે. અરબ દેશો પણ એવી કોઇ આશા રાખતા નથી કે કોઇ પશ્ચિમી નેતા સામે કાર્યવાહી કરવામાં આવે. તાજેતરનો કોર્ટનો નિર્ણય પણ હાલમાં અરબ દેશો માટે ચિંતાનો વિષય નથી. તેને એક બિઝનેસ તરીકે જ જોવામાં આવી રહ્યો છે. આ જ વાત ડિરેક્ટર ઓફ ધી કાઉન્સિલ ફોર અરબ-બ્રિટિશ અન્ડરસ્ટેન્ડિંગે દોહરાવી હતી. તેમણે કહ્યું કે હાઇકોર્ટના ચુકાદાથી પણ સ્પષ્ટ છે કે મિડલ ઇસ્ટમાં જે કાંઇ બન્યું હતું તેના માટે ક્યારેય કોઇ પશ્ચિમી નેતા જવાબદાર નહોતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts