(એજન્સી) નવી દિલ્હી,તા. ૨૩
આ દિવસોમાં સૌથી વધારે વિવાદમાં રહેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી ભારતમાં સેન્સર બોર્ડની મંજૂરીની પ્રતિક્ષા કરી રહી છે તો બ્રિટનમાં તેને એક પણ કટ વગર મંજૂરી આપી દેવામાં આવી છે. બ્રિટિશ સેન્સર બોર્ડે દીપિકા પાદૂકોણ-રણવીરસિંહ અભિનિત આ ફિલ્મને ૧૨ એ (૧૨ વર્ષ તથા તેનાથી વધારે વયના બાળકો, વયસ્કો સાથે જોવાલાયક) ઓડિયન્સ માટે પાસ કરી દીધી છે. ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મની મંજૂરી માટે બ્રિટનમાં અરજી કરી દીધી હતી. જો કે પાછળથી ભારતમાં પદ્માવતી પર વિવાદ થતાં કેટલાક સંગઠનોનો વિરોધને પગલે નિર્માતા સંજય ભણસાલી અને પ્રોડક્શન હાઉસ વોયકોમ ૧૮ તેને રદ કરી નાખવાનો નિર્ણય કર્યો હતો. સેન્સર બોર્ડના એક સૂત્રે કહ્યું કે પ્રમાણપત્ર માટે ફિલ્મને ગત અઠવાડિયે મોકલી આપવામાં આવી હતી. સામાન્ય રીતે જેવી રીતે થાય છે તેવી રીતે અમે દસ્તાવેજોની તપાસ કરી. ફિલ્મ નિર્માતાઓને કહી દેવામાં આવ્યું હતું કે તેમની અરજી અધૂરી છે. તેને દૂર કરવી પડશે અને પછી ફરી વાર મોકલવી પડશે. જે પછી તેને જોવામાં આવશે. પદ્માવતી પર ચાલી રહેલા ભારે વિરોધ-વંટોળની વચ્ચે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે એવું કહ્યું કે સેન્સર બોર્ડને તેનું કામ કરવા દેવાની જરૂર છે. આ હેતુ માટે સેન્સર બોર્ડની રચના કરવામાં આવી છે અને તેને તેનું કામ કરવા દેવું જોઈએ. સેન્સર બોર્ડ ફિલ્મોને પ્રમાણિત કરવા માટે રચવામાં આવ્યું છે. ફિલ્મની સામે પ્રદર્શન કરી રહેલા સંગઠનોએ એવું કહ્યું કે આ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે. સંગઠનોએ કહ્યું કે પદ્માવતીના એક દૃશ્યમાં અલાઉદ્દીન અને પદ્માવતીને એક વાંધાજનક સ્થિતિમાં દર્શાવવામાં આવ્યા છે. જો કે ફિલ્મ નિર્માતા ભણસાલીએ આનો વિરોધ કર્યો છે.