સુરતમાં BRTS બસની અડફેટે યુવકનું મોત

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
સુરત મનપા દ્વારા ચલાવવામાં આવતી બીઆરટીએસ સેવાની બસની એડફેટે વધુ એક યુવાન ચઢતા મોતને ભેટ્યો હતો.મૂળ આસમમાં રહેતો અને હાલમાં પનાસગામ અણુવ્રત દ્વાર પાસે રહેતો સાહીલ મોગન મુંડા રોડની સામેની સાઇડે આવેલી દુકાન પર ખરીદી માટે ઘરથી નીકળ્યો હતો. સાહીલ ઘર સામે આવેલ બીઆરટીએસ રૂટમાંથી ચાલતો ચાલતો જતો હતો. આ દરમિયાન પાછળતી પુરપાટ ઝડપે આવતા બીઆરટીએસ બસના ચાલકે અડફેટે લીધો હતો. સાહિલ રોડ પર પટકાતા તેને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે સાહિલને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂકી સારવાર દરમિયાન તબીબે સાહિલને મૃત જાહેર કર્યો હતો. જેથી આખરે સાહિલ કઝીન ભાઇ સાગર મુંડાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બીઆરટીએસ બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks