સુરતમાં બીઆરટીએસનો સ્લેબ ધરાશાયી : અઢી વર્ષની બાળકીનું મોત

સુરત,તા.૨૩
સુરતમાં RDDના પ્રવેશ દ્વારાનો સ્લેબ તૂટ્યો હોવાની ઘટના બની છે. આ ઘટનામાં ૨ લોકો કાટમાળમાં દબાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાંથી ૧ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે અઢી વર્ષની બાળકી દબાઇ હતી. ફાયરના જવાનોએ તેને બહાર કાઢી હતી જોકે, તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે સુરતના સીટીલાઇટ કોર્નર પાસે આવેલા કેનલ રોડ ઉપર આરડીડીના પ્રવેશ દ્વાર નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. જોકે આજે ગુરુવારે બપોરના સમયે આ પ્રવેશ દ્વારનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જેમાં અહીં કામ કરતા મજૂરો કાટમાળમાં દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
જોકે, સ્થાનિક મજૂરોનું કહેવું છે કે, આ કાટમાળમાં અઢી વર્ષની એક છોકરી દટાઇ હતી. જેના પગલે ફાયર બ્રિગેડે તેને બહાર કાઢવા માટે કામગીરી તેજ કરી હતી. ભારે જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જોકે, તેનું મોત નીપજ્યું હતું.ફાયર બ્રિગેડના ડિવિઝનલ ઓફિસરના જણાવ્યા પ્રમાણે આજે બપોરે ૧૨.૫૯ વાગ્યે સ્લેબ તૂટ્યાનો કંટ્રોલ રૂમમાં મેએ જ આવ્યો હતો. જેના પગલે મજૂરા, માનદરવાજા, નવસારી બજાર અને હેડક્વાર્ટર એમ ચાર ગાડીઓ અહીં મોકલવામાં આવી હતી. જોકે, અહીં આવ્યા પછી જોયું તો સ્લેબ તૂટેલો હતો.
અહીં આવતા જાણવા મળ્યું કે બીઆરટીએસ બસ સ્ટેન્ડનો સ્લેબ નહીં પરંતુ આરડીડીના પ્રવેશ દ્વારનો લેબ તૂટ્યો હતો. આ કાટમાળમાં બે લોકો દબાયા હોવાનું માલુમ પડ્યું હતું. એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે. ભારે મહેનત બાદ ફાયરની ટીમે બાળકીને કાટમાળમાંથી બહાર કાઢી હતી. જોકે, તેનું મોત નીપજ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks