
સાવરકુંડલા, તા. ૧૮
સામાન્ય રીતે સિંહોનું આયુષ્ય ૧૫ વર્ષનું માંડ હોય છે પરંતુ અહી લીલીયા બૃહદગીરની રાજમાતા તરીકે ઓળખાતી સિંહણ જેનાગળામાં રેડીયો કોલર બેલ્ટ પેરાવેલ છે અને સ્થાનિકોએ તેને રાજમાતાનું ઉપનામ આપ્યું તે સિંહણ હાલ ૧૮ વર્ષની આયુષ્ય ધરાવે છે અને ૧૮ વર્ષે પણ ગમે ત્યારે મારણ કરી પોતાની પેટ પૂજા કરે છે. અહી આજ ધોળે દહાડે આ રાજમાતા એ લીલીયા ક્રાક્ચ રોડ પર માલધારીના પાલતું પશુ પર તૂટી પડી હતી અને એકી સાથે બે ગાયોના મારણ કરી અહી જ મિજબાની મનાવી હતી ત્યારે ૧૮ વર્ષની ઉમરે આ સિંહણ ખૂબ ખૂંખાર રીતે મારણ કરી પોતાનું અને પોતાના ગ્રુપનું પેટ ભરે છે.
આજથી ૧૮ વર્ષ પહેલા લીલીયા ના ક્રાક્ચ વિસ્તાર માં શેત્રુંજી માં થઇ એક સિંહણ ગીરમાંથી અહી આવી ચડી અને આજ વિસ્તારમાં કાયમ ડેરો ડાલી રહેવા લાગતા આજ આ સિંહણ ૧૭ વર્ષ ઉપરની આયુ ધરાવે છે છતાં આ સિંહણ અતિ સ્ફૂર્તિ માન છે અને ગમે ત્યારે છડે ચોકે પાલતું પશુનું મારણ કરી મોજથી આરોગી લે છે ત્યારે વન વિભાગ દ્વારા તેની પર દેખરેખ રાખવા રેડીઓ કોલર બેલ્ટ પણ લગાવેલો છે જે બેલ્ટ હાલ કશા કામનો નથી અને તેની બેટરી પૂરી થઇ ગઈ છે જેથી તે રેડીઓ કોલાર બેલ્ટ હાલ આ સિંહણને શોભાના ગાંઠિયા સમાન તેના ગળામાં માત્ર બિન ઉપયોગી શોભી રહ્યો છે. આ રાજમાતા નામક સિંહણ સહિત આ વિસ્તારમાં ૧૦થી વધુ સિંહો છે અને છેક લીલીયા નાના લીલીયા ક્રાકચથી લઇ લુવારીયા બવાડા ચાંદગઢ જુનાસાવાર સુધી ૪૦ કિમીનો તેમનો વિસ્તાર છે. જેમાં ક્યારેય પણ કોઈ બીજો સિંહ ઘુસી નથી શકતો અને આજ વિસ્તારમાં વસતા ૨૦થી વધુ સિંહોની તે માતા છે માશી છે દાદી છે અહી સ્થાનિક લોકોઅને વન વિભાગ દ્વારા તે સિંહણને રાજમાતા તરીકે ઓળખે છે સામાન્ય રીતે સિંહો ૧૫ થી૧૬ વર્ષનું આયુષ્ય ધરાવતા હોય છે પરંતુ સારી તંદુરસ્તી અને સતત મળતો ખોરાકને કારણે આ સિંહણ ૧૮ વર્ષે તંદુરસ્ત છે અને હાલમાં ૨ મારણ કરી દિવસ દરમ્યાન જ આરોગી ગઈ હતી જેથી મારણની ઘટના બનતા વન વિભાગ પણ સ્થળ પર પહોંચ્યું હતું.
ત્યારે એક અઠવાડિયામાં જ અહી સિંહણ દ્વારા ૪થી વધુ મારણ કરેલા છે જેમાં નીલગાય તેમજ પાલતું પશુઓ છે ત્યારે આજ સવારે બે ગાયોને મારી મોજથી મિજબાની આ રાજમાતાએ મનાવી હોવાનું સ્થાનિક પ્રત્યક્ષ દર્શી હિમાંશુ ભટ્ટ જણાવી રહ્યા છે સામાન્ય રીતે સિંહ જ હુક્વાની બોલવાની પ્રક્રિયા કરતો હોય છે ત્યારે આ રાજમાતા જયારે હુંકે છે ત્યારે ૩ કિ.મી. સુધી સંભળાય છે જે દર્શાવે છે કે તે કેટલી બળુકી છે.