(એજન્સી) અમેરિકા, તા.૬
અમેરિકન અભિનેત્રી બ્રુકી શિલ્ડએ અમેરિકાના વોચ વોટ હેપ્યનસ લાઈવ! શોમાં શોની હોસ્ટ એન્ડી કોહેનને કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ડેટ પર લઈ જવા ઓફર કરી હતી. શિલ્ડે ઘટનાને યાદ કરતા કહ્યું કે ડોનાલ્ડ જ્યારે તેમની બીજી પત્ની માર્લા મેટલેસથી અલગ થયા બાદ અમેરિકાના સૌથી ધનાઢ્ય વ્યક્તિએ તેમને ડેટ પર લઈ જવા પૂછ્યું હતું. શિલ્ડે કોહેનને કહ્યું કે હું ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતી ત્યારે ડોનાલ્ડનું ડિવોર્સ થયા બાદ તેમણે મને કોલ કર્યો હતો. અને તેમણે કહ્યું કે હું ખરેખરમાં તમને ડેટ પર લઈ જવા ઈચ્છતો હતો કારણ કે તમે અમેરિકાની સ્વીટહાર્ટ છો જ્યારે હું અમેરિકાનો સૌથી ધનવાન વ્યક્તિ અને અમેરિકનો ખરેખરમાં આપણને પ્રેમ કરશે. જ્યારે શિલ્ડે ટ્રમ્પને જવાબ આપતા કહ્યું કે મારો બોયફ્રેન્ડ છે અને તે મારા જવાથી ખુશ નહીં થાય. બ્રુકી માત્ર એક જ અભિનેત્રીની જેણે ડોનાલ્ડ ટ્રમ્પે ડેટીંગ માટે પ્રપોઝ કર્યું હોય, પણ અભિનેત્રી સલમા હાયકે, કેનડાઈસ બેરજન, ઇઝમા થોમસન પણ ટ્રમ્પના પ્રપોઝલનો શિકાર બની ચૂકી છે.