બીએસએફના જવાન પર દુષ્કર્મનો આરોપ, આસામમાં વર્કરો હડતાળ પર બીઆરઓ તવાંગમાં ટનલનું બાંધકામ કરશે

(એજન્સી) તા.૩૦
ભારત બાંગ્લાદેશની સરહદે તૈનાત કરાયેલા બે બીએસએફના જવાનો પર સ્થાનિક મહિલા સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો છે. આ બંને જવાનો મિઝોરમની સરહદે તૈનાત હતા. આ પીડિત મહિલા સરહદે આવેલા સિલસુરી ગામના ચકમા આદિવાસી વિસ્તારની રહેવાસી છે.તેણે પોલીસને જણાવ્યું કે ૧૬ જુલાઇના રોજ તે અને તેની એક મિત્ર જંગલોમાં બામ્બુ કે લાકડી લેવા ગયા હતા. તે. સમયે આ બંને બીએસએફના જવાનોએ તેના પર દુષ્કર્મ કર્યો હતો. તેઓ હેમખેમ પોતાની લાજ બચાવીને ગામ પરત ફર્યા અને ગામડાના વરિષ્ઠોને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. જો કે તે સમયે વધુ એક મહિલા ગુમ થયાના સમાચાર મળ્યા હતા. પાંચ દિવસ બાદ જંગલના નજીકના વિસ્તારમાંથી તે મહિલાઓને કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તે મહિલાના મોત પહેલા તેની પર દુષ્કર્મ કરવામાં આવ્યો હતો કે નહીં ? જો કે આ મામલે પીડિતને સવાલ કરાતા મીડિયાએ જણાવ્યું કે જ્યારે ગામની અન્ય મહિલા પર દુષ્કર્મ કરાયો તો તેણે પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે સમયે જવાનોએ તેના ચહેરા પર એસિડ હુમલો પણ કર્યો હતો. દરમિયાન તેની આંખ પર ગંભીર ઇજા થઇ હતી. તે જેમ તેમ કરીને ગામ પહોંચી હતી અને પોતાના પરિજનોને આ ઘટના વિશે જાણ કરી હતી. ત્યારબાદ ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવામાં આવી હતી. સ્થાનિક પોલીસે આ મામલે કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. હજુ સુધી પીડિત મહિલાની મેડિકલ રિપોર્ટ આવી નથી. બીજી બાજુ આસામ નોર્થ કેચર હિલ્સ ઓટોનોમસ કાઉન્સિલના ર૦૦૦ જેટલા કર્મચારીઓ ૧૦ જુલાઇથી હડતાળે ઉતરી ગયા છે. તેમને છેલ્લા નવ મહિનાથી પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે એનસીએચએસી પાર્ટી પણ ભાજપ દ્વારા જ સંચાલિત કરવામાં આવે છે. ઘટનાસ્થળે હાજર લોકો જણાવે છે કે કર્મચારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં ડઝનેક કર્મચારીઓ ઘવાયા હતા. પોલીસે ટિયરગેસનો મારો ચલાવ્યો હતો. જો કે આ ઘટનામાં પાંચ પોલીસકર્મીઓ પણ ઘવાયા છે. દરમિયાન રાજ્પાયલ બનવારીલાલ પુરોહિતે ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી. બીજી બાજુ ચીની સરહદ સુધી અરૂણાચલ પ્રદેશમાં આર્મીને દરેક પ્રકારની સુવિધા આપવા માટે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશ(બીઆરઓ) દ્વારા ટનલનું બાંધકામ પણ કરવામાં આવશે. આ બે ટનલોનું બાંધકામ સેલા પાસ નજીક કરવામાં આવશે. ૪૧૭૦ કિમીની ટનલથી લગભગ ૧૦ કિ.મી.નું અંતર ઓછું થઇ જશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks