Ahmedabad

વ્યાજના ચક્કરમાં ફસાયેલા જજીસ બંગલો વિસ્તારના બિલ્ડરે ઝેર પીધું

અમદાવાદ,તા.૨૭
અમદાવાદના નામચીન બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ૧૦ વ્યાજખોરોના વારંવાર આપેલા ત્રાસથી કંટાળીને બિલ્ડરે નિકોલ ખાતે પોતાની કારમાં જ ઝેરી દવા ગટગટાવી હતી, હાલ બિલ્ડર સારવાર હેઠળ છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગોપીનાથ ગ્રુપ ઓફ કંપનીના બિલ્ડર મુકુંદ પટેલે વ્યાજખોરોના દબાણથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ૧૦ લોકો વ્યાજના રૂપિયા માટે વાંરવાર દબાણ કરતા હતા. જેથી કંટાળીને મુકુંદ પટેલે નિકોલ ખાતે પોતાની કારમાં જ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. નિકોલ પોલીસે ૧૦ વ્યાજખોરો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.