ગ્રેટર નોઈડામાં ઈમારત ધરાશાયી : પ૮ જેટલા ગેરકાયદેસર બાંધકામ બદલ ૭૪ બિલ્ડર્સ વિરૂદ્ધ કેસ દાખલ

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ગ્રેટર નોઈડામાં બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાહબેરી ગામમાં છ માળની ઈમારત ધરાશાયી થતા ૯ લોકોના મોત નિપજ્યા હતા, જેને પગલે ગ્રેટર નોઈડા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (જીએનઆઈડીએ)એ કથિતરૂપે પ૮ જેટલી ગેરકાયદેસર ઈમારતોના બાંધકામ બદલ ૭૪ બિલ્ડર્સની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.જીએનઆઈડીએ અધિકારી ડી.પી. શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, બિલ્ડર્સ પર કથિત આરોપ મૂકવામાં આવ્યો છે કે, બિલ્ડર્સે જાહેર જમીનો પર કોઈપણ પ્રકારની પરવાનગી વગર આડેધડ બાંધકામ શરૂ કરી દીધું હતું. તેમ ગ્રેટર નોઈડાના ડીએસપી અવનિશ કુમારે જણાવ્યું. વધુમાં આ ફરિયાદમાં જણાવાયું છે કે, ગામમાં બંધાયેલી આ ઈમારતો સત્તાધીશો દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણોનું પણ પાલન કરતી નથી, તેથી તે અસુરક્ષિત છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts