અંક્લેશ્વર, તા.૧૩
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં જનતાનગર વિસ્તારમાં આવેલ શ્રી સાંઈવિલા રેસિડન્સીમાં આજે બિલ્ડર અને ત્યાં રહેતા રહિશો અવારનવાર બિલ્ડર જોડે પાર્કિંગમા દુકાન બનવાના મુદ્દે માથાકૂટ ચાલુ હોય જેમાં આજરોજ બિલ્ડર દ્વારા પાર્કિંગમાં દુકાનોનું કામ ચાલુ કરતા બિલ્ડીંગના તમામ રહિશો નીચે ઉતરી આવી બિલ્ડર જોડે જીભાજોડી કરી કન્સ્ટ્રકશન સાઇટની દીવાલનું બાંધકામ અટકાવી દીધું હતું. તો બીજી તરફ બિલ્ડર અને રહિશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં આજુબાજુથી લોકો ભેગા થઈ ગયેલ.
બિલ્ડીંગના રહીશો દ્વારા જણવામાં આવ્યું હતું કે સમગ્ર મુદ્દો બિલ્ડીંગના પાર્કિંગની જગ્યામાં બિલ્ડર દુકાનો બનાવી પોતાનો લાભ મેળવી રહ્યા છે જેનો અમે વિરોધ નોંધાવ્યો હતો. તો આજે સવારે બિલ્ડર અને તેની પત્ની દ્વારા અમને મારમારી તમારાથી થાય તે કરી લેજો અમે લીંગલ દુકાન બનાવી રહ્યા છે અને અમારા પાસે સમગ્ર મંજૂરીના કાગળ છે તો અમે દુકાન બનાવીશું જ.જ્યારે બિલ્ડીંગમાં રહેતા લોકોના કેહવા પ્રમાણેના એક પણ કામ કર્યા નથી અને દરેક બાબતમાં ગલ્લા-તલ્લા બિલ્ડર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પાર્કિંગ, લિફ્ટ ગેસ પાઈપલાઈન જેવા મુખ્ય કામ પણ આજદિન સુધી નથી કરી આપવામાં આવ્યા.તો સામે પક્ષે બિલ્ડરે જણાવ્યું કે અમારા પાસે નકશા છે અને એમાં દુકાનો દર્શાવેલી છે તેજ અમે બનાવી રહ્યા છે. અને અમારા પાસે એની મંજૂરી પણ છે તો અમે કોઈ જ પ્રકારનું અનલીગલ કામ નથી કરી રહ્યા. રહિશો ખોટી રીતે અમને હેરાન કરી રહ્યા છે અને અમારા પર ખોટા આક્ષેપ કરી રહ્યા છે.