બુલેટ સામે બેલેટ વાપરી ભાજપને સત્તામાં બેસવા નહીં જ દઈએ

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૪
સુરતમાં જીએસટીનો વિરોધ કરી રહેલા કાપડના વેપારીઓ ઉપર પોલીસે કરેલા લાઠીચાર્જથી રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે પાટીદાર અનામત આંદોલનના મહિલા આંદોલનકારીએ સરકારને ચીમકી આથી છે કે તેમની બુલેટ સામે બેલેટ વાપરી આગામી ચૂંટણીમાં ભાજપની સત્તામાં બેસવા દેશે નહીં.
આ અંગે પાસના મહિલા આંદોલનકારી રેશમા પટેલે જણાવ્યું હતું કે લોકશાહી ઢબે જીએસટીનો વિરોધ કરી રહેલા સુરતના વેપારીઓ પર પોલીસે ગુજારેલો અમાનુષી અત્યાચાર નિંદનીય છે. બંધારણે લોકશાહીમાં વિરોધનો આંદોલનનો અધિકાર આપ્યો છે. સરકારની ઠોકી બેસાડેલી નીતિઓથી સહમતી દર્શાવવાનો વેપારીઓને બંધારણીય અધિકાર છે. ભાજપ દરેકનો વાણી સ્વતંત્રતાનો અધિકાર છીનવી લેવા માંગે છે. ભાજપ સરકાર કોઈપણ સમસ્યાનું વાટાઘાટોથી નિવારણ લાવવા માગતી નથી. પાટીદારો, દલિતો, ફિકસ પગારદારો, ખેડૂતો, મજદુરો, વેપારીઓ દરેકના અવાજને પોલીસની લાઠીઓ અને ગોળીઓથી ચૂપ કરવાનું દુઃસાહસ કરવામાં આવે છે. ભાજપ અને તેના સાથી નેતાઓને કહેવાનું કે જેમ ભગતસિંહે અંગ્રેજ શાસનનો વિરોધ કરવા એસેમ્બલીમાં ધડાકા કર્યા હતા. એમ અમે ગુજરાતી પ્રજા પણ આ વખતે ર૦૧૭ની ચૂંટણીમાં મતોના ધડાકાઓ કરી તમારા બુલેટ સામે બેલેટ વાપરી ભાજપને એસેમ્બલીમાં સત્તામાં બેસવા નહીં જ દઈએ એમ રેશમા પટેલે જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks