બુલેટટ્રેન માટે અંત્રોલી નજીક ર૧૬.પ૮ કરોડના ખર્ચે સ્ટેશન બનાવાશે

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
અમદાવાદ-મુંબઇ વચ્ચે આયોજીત થનાર બુલેટ ટ્રેન માટે અંત્રોલી નજીક સ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે.જે રૂા. ૨૧૬.૫૮ કરોડના ખર્ચે તૈયાર થનાર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશની સૌૈ પ્રથમ બુલેટ ટ્રેન દોડશે તેવું સ્વપ્ર વડાપ્રધાને લોકોને બતાવ્યું છે. ત્યારે બુલેટ ટ્રેનના પ્રોજેકટ માટેની પ્રાથમિક તબક્કાની જમીન સંપાદનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી તરફ બુલેટ ટ્રેન માટેનો એકશન પ્લાન અને પ્રોજેકટ રિપોર્ટ પણ તૈયાર થી ચૂક્યો છે અને તેના આધારે નેશનલ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ લિમિટેડ કોર્પોરેશન કામગીરી બુલેટ
ગતિને આગળ ધપાવી રહ્યું છે. કોર્પોરેશન જિલ્લાવાર બેઠકો યોજી અસરગ્રસ્ત ખેડુતોને પ્રોજેકટના લાભો તથા સંપાદિત થનાર જમીનની તેઓને વળતર રૂપે કેટલી કિંમત મળશે તે અંગેની માહિતી પૂરી પાડી રહ્યું છે. નેશનલ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ લીમીટેડ કોર્પોરેશનના પોર્જેકટ રિપોર્ટમાંથી કેટલીક રસપ્રદ માહીતિ સાંપડી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ૫૦૫ કિ.મી.નો ટ્રેક બનશે જેના ઉપર કુલ ૧૪ સ્ટેશનો સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુરતમાં કડોદરા પાસે અંત્રોલી ગામ ખાતે બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન બનશે. સુરત ખાતેનું બલુેટ ટ્રેનનું રેલ્વે સ્ટેશન ૨૧૬.૫૮ કરોડના ખર્ચે ઉભુ થનાર છે.ઉપરાંત આધુનિક સુવિધાઓની આ રેલ્વે સ્ટેશન સુસજ્જ હશે. ગુજરાતમાં કુલ આઠ રેલવે સ્ટેશન ઉભા કરવામાં આવશે તેની પાછળનો અંદાજીત ખર્ચ ૩૩૦૦ કરોડ ઉપરાંતનો આંકવામાં આવ્યો છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનનું સૌથી મોંધું સ્ટેશન અમદાવાદ રૂપિયા ૨૨૦૯ કરોડના ખર્ચે બનાવશે ત્યારબાદ વડોદરામાં રૂપિયા ૬૧૮.૩૬ કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેકટ અન્વયે જળ, જમીન, હવા, પર્યાવરણ, સમાજિક, આર્થિક, ધાર્મિક માનવીય કેવી અસરો વર્તાશે તે અંગેનો બે હજાર પાનાનો વિસ્તૃત રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે આ સ્વપ્ન ક્યાં સુધી આકાર થાય છે. તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks