બુલેટ ટ્રેન મુદ્દે મોદીના આલોચકો પહેલા અને હવે

અમદાવાદ, તા.૧૪
મોદીના આલોચકો જે બુલેટ ટ્રેનને ફક્ત મોટી વાતોમાં ખપાવતા હતા હવે પૂછી રહ્યા છે કે એની જરૂર જ શું છે ? બુલેટ ટ્રેનના શિલાન્યાસ પછી મોદીએ જણાવ્યું હતું. ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું શિલાન્યાસ આજે જાપાનના સહયોગથી જાપાનના વડાપ્રધાનના હસ્તે કરાયું હતું. મોદીએ કહ્યું જ્યારે હું ગુજરાતમાં હતો અને બુલેટ ટ્રેન લાવવાની વાતો કરતો હતો ત્યારે લોકો કહેતા હતા કે આ ફક્ત મોદીની વાતો છે અને મને ટોણો મારતા હતા. બુલેટ ટ્રેન ક્યારે લાવશો. પણ હવે જ્યારે ખરેખર બુલેટ ટ્રેન આપી રહી છે તો પૂછે છે કે તમે બુલેટ ટ્રેન શા માટે લાવી રહ્યાં છો ? આ નવું ઈન્ડિયા થવા જઈ રહ્યું છે આ પ્રોજેકટ દ્વારા દેશના વિકાસને મોટી તક મળશે. સપનાઓ મોટા હશે તો જ એને પૂર્ણ કરવાના પ્રયાસો કરી શકાશે. કોંગ્રેસના આનંદ શર્માએ બુલેટ ટ્રેન બાબત ટિપ્પણી કરતા જણાવ્યું કે બુલેટ ટ્રેન ભારતની પ્રાથમિકતા નથી. જો કે ભારત અને જાપાન વચ્ચે આર્થિક સહયોગ મહત્ત્વપૂર્ણ છે પણ એના કરતા બીજા મુદ્દાઓ પણ છે જેની ચર્ચા કરી શકાઈ હોત. મોદીએ ફક્ત દેખાડાઓ જ નહીં કરવા જોઈએ એજન્ડા ઉપર ઘણા ગંભીર મુદ્દાઓ છે વડાપ્રધાને પ્રાથમિકતાની પસંદગી કરવામાં ભૂલ કરી છે. શિવસેનાએ પણ તીવ્ર ઓલોચના કરતા લખ્યું છે કે આ મોદીનું સ્વપ્ન છે. એમણે કહ્યું કે બુલેટ ટ્રેનના ૮ સ્ટોપેજો ગુજરાતમાં છે અને મહારાષ્ટ્રમાં ફક્ત ૪ જ છે તેમ છતાંય અમને ૩૦ હજાર કરોડ ખર્ચવાના. આ પ્રોજેકટને એમણે નહેરૂના અન્ય પ્રોજેકટો જેમ કે ભાખરા-નાંગલ ડેમ, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અને બીજાઓ સાથે સરખાવ્યું હતું. એ પ્રોજેક્ટો દેશ માટે આવશ્યક હતા. શું બુલેટ ટ્રેન ભારતની જરૂરિયાત છે ? જેના માટે જંગી ખર્ચ કરાય. બુલેટ ટ્રેન ધનિકો માટે મોજ શોખની વસ્તુ બની રહેશે, એના કરતા આ રકમ ખેડૂતોના દેવા માફી માટે વપરાઈ હોત. બુલેટ ટ્રેનના પ્રોજેકટને આટલી ઝડપથી કેમ શરૂ કરાઈ રહ્યો છે જ્યારે હાલમાં અસ્તિત્વ ધરાવતા રેલવે નેટવર્કને સુધારવાની જરૂર છે. શિવસેનાએ પ્રોજેકટ શરૂ કરવાના સમય બાબત પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. ગુજરાતમાં ચૂંટણીઓ યોજાવાની છે એ માટે ઉદ્યોગપતિઓને રાજી રાખવા માટેનો પ્રોજેકટ દેખાય છે. જાપાનના વડાપ્રધાનને દિલ્હી છોડી ગુજરાત સીધે બોલાવવા સામે પણ પ્રશ્ન કર્યો છે. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે જાપાન જેવા મોટા ગજાના દેશના વડાપ્રધાનને દિલ્હી છોડી અમદાવાદ નિમંત્રણ આપવંુ અજાુગતુ લાગે છે અને સમગ્ર મુલાકાત દરમ્યાન દિલ્હીની મુલાકાતનું નામ પણ નહીં, હું આશા રાખુ છું કે આ મુલાકાતનો હેતુ ગુજરાતના રાજકારણ માટે નહીં હોય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks