(એજન્સી) લંડન, તા.૧૮
બ્રિટનના બર્મિગહામમાં રવિવારે એક મોટી સડક દુર્ઘટના સર્જાઈ હતી. ઘણા વાહનો વચ્ચે અથડામણ થતાં ૬ વ્યક્તિઓનાં મોત થયા હતા. આ દુર્ઘટના બર્મિગહામના બ્રિસટલ રોડ ચાર રસ્તા પર લી બેંક મિડલવે અંડરપાસમાં રાત્રે એક વાગે બની હતી. વેસ્ટ મિડલેંડસ એમ્બ્યુલન્સ સર્વિસના પ્રવકતાએ કહ્યું કે દુર્ઘટનામાં ૬ વાહન સામેલ હતા અને આ ઘટના ખૂબ જ ભયાનક હતી. રિપોર્ટ મુજબ પ્રથમ કારમાં એક પુરૂષ અને એક મહિલા હતી. આ કારને ખૂબ જ નુકસાન થયું હતું. પણ સદનસીબે બન્ને બચી ગયા હતા. તેઓને નજીવી ઈજા થઈ હતી. પ્રવકતાએ જણાવ્યું કે, બીજી કારમાં ૩ લોકો બેઠા હતા. જેમાં ડ્રાઈવર તથા એક મહિલા યાત્રીની ઘટનાસ્થળે મોત થઈ હતી. અન્ય ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવી પણ તેનું મોત નિપજ્યું હતું. ત્રીજી કારમાં ૪ લોકો હતા જ્યાં ત્રણેયની ઘટનાસ્થળે મોત થઈ હતી જ્યારે ચોથાની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. વેસ્ટલેન્ડ પોલીસની દુર્ઘટના તપાસના સાજેન્ટ એલાન હૈંડસે કહ્યું કે, અમે વાહનોના અકસ્માતને લઈ ખૂબ જ હેરાન છીએ અને સંબંધિત એજન્સીઓની સાથે મળીને નક્કી કરી રહ્યા છે કે, આ ઘટના કઈ રીતે બની.