વિદ્યાર્થી નેતા રિચા સિંહની ધરપકડ : વિદ્યાર્થીઓએ નહીં પોલીસે બસને આગ ચાંપી હતી

(એજન્સી) તા.ર૧
રિચા સિંહ, અલ્હાબાદ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકી છે. તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. કારણ – ૧૯ જૂન ર૦૧૮ના રોજ હિન્દીના ફરજીયાત પેપર લીક થવા મુદ્દે તેમણે ઉત્તરપ્રદેશના પબ્લિક સર્વિસ કમિશનના ઉમેદવારો સાથે મળીને ધારદાર પ્રદર્શનો કર્યા હતા અને નારેબાજી પણ કરી હતી. જોકે આ વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. જોકે તેના બાદ એક બસને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના ઘટનાસ્થળે જ બની હતી જ્યાં દેખાવકારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જોકે યુપીએસસીના ઉમેદવારો દ્વારા દેખાવો કરવાને પગલે બે સભ્યોની સમિતિની રચના કરવામાં આવી જેનું વડપણ સચિવ જગદીશ કરશે.આ સમિતિ આ મામલે તપાસ અહેવાલ રજૂ કરશે. જ્યારે રિચા સિંહને જેલમાં પૂરી દેવામાં આવ્યા ત્યારે એક જાણીતા મીડિયાએ તેમની સાથે વાતચીત કરી હતી. તે સમયે રિચા સિંહે કહ્યું કે હાલમાં હું પોલીસની કસ્ટડીમાં છું. એટલા માટે લાંબી લચક વાત નહીં કરી શકું. યુપીએસસીએ ૧૯ જૂન ર૦૧૮ના રોજ હિન્દીની ફરજીયાત પેપર લેવાની વ્યવસ્થા કરી હતી. જોેકે તેના પહેલા જ આ પેપર લીક થઈ ગયું હતુંં. જોકે તેના કારણે જ કેટલાક વિદ્યાર્થીઓ એકઠા થયા અને તેમણે યુપીએસસીના એડમિનિસ્ટ્રેશન પાસે માગણી કરી કે તેઓ સત્ય ચકાસે અને આશ્વાસન આપે કે કોઇપણ પ્રકારનું પેપર લીક થયું નથી. પરંતુ આ મામલે એડમિનિસ્ટ્રેશને કોઈપણ પ્રકારની ગારન્ટી આપવાનો ઇનકાર કરી દીધો. જોકે પરીક્ષા રદ થયા બાદ તમામ વિદ્યાર્થીઓ યુપીએસસીની ઓફિસ સામે હ્યુમન ચેઈન બનાવીને ઊભા થઈ ગયા અને શાંતિપૂર્ણ દેખાવો કરવા લાગ્યા. લગભગ ૭ વાગ્યાના સુમારે ગઇકાલે આ તમામ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપીને આવ્યા હતા તે ત્યાં હાજર હતા. એકાએક મેં જોયું કે નજીકમાં એક બસ સળગી રહી હતી. જોકે ઘટનાસ્થળે કેટલાક પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. અમારી પાસે વીડિયો પણ છે. તેઓએ બસને આગ ચાંપી અને અમારા બધાની ધરપકડ કરી લીધી. અમારામાંથી સાત લોકોને પકડી પાડવામાં આવ્યા. જોકે અનેકને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. તમામ લોકોએ મુખ્ય પરીક્ષા આપી હતી. તમામને એવી રીતે મારવામાં આવ્યા કે કોઇને પગમાં તો કોઇને હાથમાં તો કોઇને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઇ. સાત લોકોની ધરપકડ કરાઇ હતી તેમાંથી છ તો પાછા બીજા દિવસે પરીક્ષામાં પહોંચી ગયા. જોકે અમારા સૌ વિરુદ્ધ એફઆઇઆર પણ નોંધી લેવાઇ છે અને જાહેર મિલકતને આગ ચાંપવાનો આરોપ મારા પર મૂકી દેવાયો છે. તે આરોપ મૂકે છે કે બસ મેં સળગાવી અને અન્ય ઉમેદવારોને દેખાવો કરવા માટે પણ મેં ઉશ્કેર્યા હતા. જોકે આ આરોપો મૂકીને મારી જામીન અરજી નકારી દેવાઇ. હું તમને અપીલ કરું છું કે આ દમન વિરુદ્ધ અવાજ ઊઠાવો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks