ધોળકાથી ત્રણ કિલોમીટર દૂર આવેલી સરકારી આઈટીઆઈના વિદ્યાર્થીઓ બસ સુવિધાથી વંચિત

(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૯
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના મત વિસ્તાર ધોળકાથી ત્રણ કિલોમીટર દૂર મુજપુર ગામ નજીક આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ)-ધોળકામાં અભ્યાસક કરવા જતાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે એસટી બસની સુવિધા ઉપલબ્ધ ના હોવાથી મધિયા હાઈવેથી વિદ્યાર્થીઓને ત્રણ કિલોમીટર ચાલીને આઈટીઆઈ સંસ્થામાં જવું પડે છે. વારંવાર એસટી તંત્રમાં તથા લોકદરબારમાં ધોળકા સરકારી આઈટીઆઈ દ્વારા રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આઈટીઆઈમાં જવા-આવવા માટે બસ સુવિધા આપવામાં આવી નથી.
એક તરફ ગુજરાત સરકાર શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે તનતોડ મહેનત કરી રહી છે જ્યારે બીજી તરફ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના મત વિસ્તાર ધોળકાની સરકારી આઈટીઆઈ કે જે ધોળકાથી ત્રણ કિલોમીટર દૂર અંતરિયાળ મુજપર ગામના માર્ગે આવેલી છે ત્યાં ભણવા જવા માટે વિદ્યાર્થીઓ બસ સુવિધાના અભાવે ચાલતા જવા મજબૂર બનયા છે. મળેલી માહિતી મુજબ ધોળકા સરકારી આઈટીઆઈ (ઔદ્યોગિક તાલીમ સંસ્થા)માં હાલ આઈ ટ્રેડ ચાલે છે. જેમાં ફિટર, ટર્નર, મશીનીસ્ટ, વાયરમેન, ઈલેકટ્રીશીયન, વેલ્ડર, કોપા, આર્મેચર એન્ડ મોટર રિવાઈન્ડીંગનો સમાવેશ થાય છે બે શિફ્ટમાં ચાલતી ધોળકા સરકારી આઈટીઆઈમાં જુદા જુદા ટ્રેડમાં હાલ સવા ત્રણસો જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો અભ્યાસ કરી રહ્યાં છે. અહીં વિદ્યાર્થીઓ ધોળકા ટાઉન ઉપરાંત કલીકુંડ તથા ધોળકા તાલુકાના દૂરદૂરના ગામડાઓમાંથી પણ આવે છે. પરંતુ “ખાટલે મોટી ખોડ” એ છે કે ધોળકા એસટી ડેપો દ્વારા ધોળકા બસ સ્ટેન્ડથી ધોળકા સરકારી આઈટીઆઈની બસ ચાલુ કરવામાં આવતી નથી. આથી વિદ્યાર્થી ભાઈ-બહેનો મધિયા ત્રણ રસ્તાથી આઈટીઆઈ ત્રણ કિલોમીટર ચાલીને જવા મજબૂર બને છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પાસે એટલા પૈસા હોતા નથી કે તેઓ રિક્ષા ભાડે કરીને ભણવા જાય. બીજુ એ કે મધિયાથી મુજપરનો રોડ અત્યંત સૂમસાન હોય છે. આ રોડ પરથી પસાર થવામાં છોકરીઓને છોકરીઓ હોંશે હોંશે અહીં ભણવા જાય એમ છે.
ધોળકા સરકારી આઈટીઆઈનાં પ્રિન્સિપાલ એચ.ડી. સોલંકીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ધોળકા સરકારી આઈટીઆઈનાં વિદ્યાર્થીઓ માટે એસટી બસની સુવિધા પુરી પાડવા ધોળકા એસટી ડેપોમાં અવારનવાર રજૂઆતો કરી છે. છે ક અમદાવાદ એસટી વિભાગીય નિયામકને પણ રજૂઆત કરી છે. ધોળકા ખાતે યોજાયેલ લોકદરબારમાં એસટી તંત્રના અધિકારીઓએ કલેકટરની હાજરીમાં ધોળકા જૂના બસ સ્ટેન્ડથી આઈટીઆઈ જવા-આવવા બસ કાલથી જ ચાલુ કરી દઈશું એવી ખાતરી આપી હતી, પરંતુ અફસોસની વાત એ છે કે આજદિન સુધી બસ શરૂ કરવામાં આવી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks