Gujarat

બુટલેગરના આતંકના વિરોધમાં ૪૦૦ દુકાનદારોએ દુકાનો બંધ રાખી

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બુટલેગરો બેફામ બન્યા છે,ત્યારે જોળવામાં ઈલેક્ટ્રોનિકની દુકાન ચલાવતા એક દુકાનદાર સાથે રીચાર્જ કરવા બાબતે બગુમરાના બુટલેગરે સાગરીતો સાથે મળી દુકાનમાં તોડફોડ કરી હતી.ઉપરાંત દુકાનદારને ઢોર માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ચારસો જેટલા દુકાનદારોએ દુકાન બંધ રાખી પોલીસ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરાની બાલાજી ગ્રીન સીટી સોસાયટીમાં રહી જોળવા ગામમાં જેબી શોપિંગ સેન્ટરમાં મુકેશસિંગ અવધેશ સિંગ ભૂમિહાર ઘણાં સમયથી શિવમ ઈલેક્ટ્રોનિક નામે દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના સુમારે જીગાભાઈ રાજુભાઈ રાઠોડ રહે. બગુમરા, નામનો બુટલેગર બે સાગરીતો સાથે દુકાનમાં આવ્યો હતો. ત્યારે દુકાનદારે મોબાઈલમાં રીચાર્જ નહીં કરતા હોવાનું જણાવતા બુટલેગરે ઉશ્કેરાઈ જઈ ગાળ ગળોચ સાથે દુકાનમાં ઈલેક્ટ્રોનિક સામાનની તોડફોડ કરી હતી. ત્યારબાદ આઠથી દસ જેટલા સાગરીતો બોલાવી, દુકાનદારને ઢીકાપાટુનો માર માર્યો હતો અને વધુ બોલશે તો જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. બનાવ અંગે ફરિયાદ છતાં પોલીસ કર્મીઓએ કોઈ પગલાં ન લીધા હોય જેથી ૪૦૦ દુકાનના દુકાનદારોએ દુકાન બંધ રાખી હતી અને રોષ વ્યકત કર્યો હતો. બનાવ અંગે દુકાનદાર મુકેશસિંગે પલસાણા પોલીસ મથકમાં બુટલેગર વિરુધ્ધ ફરિયાદ આપતા પોલીસે ધારા ધોરણ મુજબ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.