બુટલેગર પરિવારના સભ્યોએ બે કોન્સ્ટેબલ પર હુમલો કર્યો : બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૧
સેવાસી ગામે મહાપુરા રોડ પર દારૂનો ધંધો કરતા બુટલેગર પરિવારના સભ્યોએ તાલુકા પોલીસ સ્ટેશનના બે જમાદારો પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. પોલીસે બે મહિલા સહિત પાંચ હુમલાખોરો સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ અને લોકરક્ષક કોન્સ્ટેબલ અલ્પેશ જીવણભાઇ ગઇકાલે રાત્રે સેવાસી ગામે મહાપુરા રોડ પર ટેકરા ફળિયામાં દારૃનો ધંધો કરતી મહિલા બુટલેગર મધુબેન પાટણવાડિયાના ઘેર દારૂની તપાસ કરવા માટે ગયા હતા ત્યારે મધુબેન તેમજ તેમના ઘરના સભ્યો પોલીસને ઘેરી વળ્યા હતા અને પોલીસને અપશબ્દો બોલી વારે ઘડીએ અમારા ઘેરજ કેમ રેડ કરવા દોડયા આવો છો તેમ કહી પોલીસની ફરજમાં અડચણ ઉભી કરી હતી. મધુબેન ફુલાભાઇ પાવા નામની નામચીન મહિલા બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ સાથે ઝપાઝપી કરી શર્ટ પકડી ખેંચતાણ કરી હતી અને બટન તોડી નાંખ્યા હતાં. જ્યારે અમીત રમેશ પાવા, ફુલા ગલા પાવા અને મહેશ ફુલા પાવાએ લાકડીઓથી પોલીસ જવાનોને માથામાં તેમજ હાથ પર માર માર્યો હતો અને જ્યોતી અમીત પાવાએ લોકરક્ષક અલ્પેશને પાળીયાના ગોદા પેટમાં મારી ઇજા પહોંચાડી હતી. બુટલેગર પરિવારના હુમલાના પગલે બંને પોલીસ જવાનો ત્યાંથી રવાના થઈ ગયા હતાં. ત્યારબાદ આ અંગે પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહે અમીત પાવા, જ્યોતિ પાવા, ફુલા પાવા, મધુબેન પાવા અને મહેશ પાવા સામે રાયોટીંગ તેમજ સરકારી નોકર પર હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks