બુટલેગરે મકાનમાં સંતાડેલ ર.ર૦ લાખનો દારૂ ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
વડોદરાનાં વાઘોડિયા રોડ પર આવેલ વૈકુંઠ સોસાયટીમાં બુટલેગર વિક્રમ ચાવડાએ મુકેલ વિદેશી શરાબનો જથ્થો સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યો હતો. વિજિલન્સની રેડ દરમિયાન બુટલેગર વિક્રમ ચાવડા નાસી ગયો હતો જો કે વિક્રમનાં બે સાગરીતો ઝડપાઇ ગયા હતાં. પોલીસે સ્થળ પરથી શરાબની હેરાફેરીમાં વાપરતા વાહનો સાથે રૂપિયા ૧૦.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્ટેટ વિજીલન્સ ટીમને માહિતી મળી હતી કે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ વૈકુંઠ સોસાયટીમાં મકાન રાખી શરાબના જથ્થાનો સંગ્રહ કરી બુટલેગર વિક્રમ ચાવડા દ્વારા તેનું વેચાણ કરવામાં આવી રહૃાું છે. જે માહિતીના આધારે સ્ટેટ વિજીલન્સની ટીમે મોડીરાત્રે વૈકુંઠ સોસાયટીના મકાનમાં દરોડો પાડી મકાનમાં તપાસ કરતાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાઇ ગયો હતો. આ મકાનમાં શરાબનો જથ્થો બુટલેગર વિક્રમ ચાવડા રાજસ્થાનથી લાવી અને ત્યાંથી શહેરના અન્ય વિસ્તારોમાં વિતરણ કરવાનું નેટવર્ક ચલાવતો હતો. જયારે આ સ્થળને ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. ગોડાઉનમાંથી વિજિલન્સની ટિમને ૨.૨૦ લાખનો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી બે ઇસમોની ધરપકડ કરી હતી. અને એક રીક્ષા, મારુતિ સ્વીફ્‌ટ કાર, અને એક ઇક્કો ગાડી મળી અને ૧૦.૨૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા બંને ઈસમોની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks