દેશમાં ૨૦૫૦ સુધીમાં ૭૦ લાખ નોકરીઓ અદૃશ્ય થઈ જશે!

નવી દિલ્હી, તા.૧૬

ભારતમાં આગામી ૨૦૫૦ સુધીમાં સાત મિલિયન જેટલી નોકરીઓ કે કામકાજો લગભગ અદ્રશ્ય થઈ જશે, અને જે લોકો દૈનિક મજૂરી પર જીવન નિર્વાહ કરે છે તેમની સામે મોટું સંકટ ઊભું થશે, એવું દિલ્હીની ‘પ્રહાર’ નામની એક સંસ્થાએ એક અભ્યાસના પરિણામે કહ્યું છે.   છેલ્લાં ચાર વર્ષથી દર વર્ષે ભારતમાં ૫૫૦ નોકરીઓ કે કામકાજો અદ્રશ્ય થતાં જાય છે એ દ્રષ્ટિએ જોઈએ તો ૨૦૫૦ સુધીમાં ભારતમાંથી અનેક નોકરીઓ સમાપ્ત થઈ જશે, એમ આ અભ્યાસમાં જણાવાયું છે. ખેડૂતો, દૈનિક મજૂરો (દાડિયા), કૉન્ટ્રાક્ટ લેબરો અને બાંધકામના કામદારો સૌથી વહેલા ભોગ બનનારા જૂથમાં આવે છે. વર્ષ ૨૦૧૫માં ભારતમાં માંડ ૧.૩૫ લાખ નોકરી જ સર્જાઈ હતી, જ્યારે ૨૦૧૩માં ૪.૧૯ લાખ અને ૨૦૧૧માં ૯ લાખ નોકરીઓનું સર્જન થયું હતું, એમ સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

નિવેદનમાં જણાવાયું છે કે, આ આંકડાઓનું ઊંડું નિરીક્ષણ કરતાં તો વધારે નિરાશાજનક ચિત્ર જણાય છે. ભારતમાં દૈનિક ધોરણે રોજગારી વધવાને બદલે ઘટી રહી છે. દેશમાં દરરોજ લગભગ ૫૫૦ જેટલાં કામકાજનો અંત આવે છે (એટલે કે એ કામોમાં માણસની જરૂર નથી રહેતી). તેનો અર્થ એ થાય કે વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતમાં સાત મિલિયન જેટલી નોકરીઓ દેખાતી જ બંધ થઈ જશે, અને વસ્તી તો ૬૦૦ મિલિયને પહોંચી હશે! આ આંકડાઓ સ્પષ્ટપણે જણાવે છે કે, ભારતમાં નોકરીનું સર્જન ધીમા પાયે થાય છે, જે ખૂબ જ સાવચેતી દાખવવા જેવી બાબત છે.  બેરોજગારીમાં થયેલા વધારા પાછળ એવું કારણ દર્શાવાયું છે કે, જેમાં નોકરી-મજૂરી કે કામકાજ વધારે મળી રહે છે તેવાં ક્ષેત્રોને સૌથી વધારે અસર થઈ છે. ખેતીના કારણે ભારતમાં ૫૦ ટકા કામકાજ અને મજૂરી ઊભી થાય છે. તે પછી એસએમઈ (સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇસીસ-નાના અને મધ્યમ ઉદ્યોગો) સૅક્ટર આવે છે, જે ૪૦ ટકા મજૂરી આપે છે. તેમ છતાં, ૧૯૯૪માં ખેતીમાં ૬૦ ટકા મજૂરી મળતી હતી તે ઘટીને ૨૦૧૩માં ૫૦ ટકા થઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks