કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનું નેતૃત્વ કરનારા જગમિતસિંહ પ્રથમ શીખ

ટોરન્ટો, તા. ૨
૩૮ વર્ષના વકીલ જગમીતસિંહે લઘુમતી જૂથમાં આવનારા પ્રથમ વ્યક્તિ બની ઇતિહાસ સર્જતા કેનેડાની સૌથી મોટી રાષ્ટ્રીય રાજકીય પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા હતા આ સાથે જ તેમણે ભારત તથા શીખ વારસાનો ગૌરવ પ્રદાન કર્યું છે. તેમણે સ્થાનિક ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યો હતો. ટોરન્ટોની વેસ્ટીન હાર્બર કેસલના મેટ્રોપોલિટન બોલરૂમ ખાતે મતગણરીના પ્રથમ તબક્કામાં જ જગમીતસિંહે ૫૦ ટકા મતો મેળવી લીધા હતા જે કેનેડાની નવી ડેમોક્રેટિક પાર્ટીના નેતા માટે પૂરતા છે. તેઓ હવે આગામી ૨૦૧૯માં યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીમાં એનડીપીની આગેવાની કરશે. પોતાના વિજયી ભાષણમાં તેમણે જીતને સન્માનીય ગણાવી હતી. તેમણે અહીં ૨૦૧૯માં કેનેડાના નેતૃત્વની શરૂઆતની ઘોષણા કરી હતી. જગમીતસિંહે જણાવ્યું હતું કે, કેનેડાના લોકોને એવી સરકાર માગવાનો હક છે કે, જેનો લોકો આજે સામનો કરી રહ્યા છે તેને સમજી શકે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, કેનેડિયનો સરકાર પાસે નોકરીઓ માગવાના હકદાર છે. આના કારણે જ હું આજે કેનેડાના આગામી વડાપ્રધાન તરીકે મારા અભિયાનની શરૂઆત કરી રહ્યો છું. પરિણામ માટે ભેગા થયેલા પક્ષના લોકોએ તેમનું જોરદાર અભિવાદન કર્યું હતું. આ નેતાગીરી માટે ચાર ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ પ્રથમ ત્રણ ઉમેદવારોના આંકડા જાહેર થયા બાદ જ જગમીતસિંહે પોતાના મતો અંકે કરી લીધા હતા. અંતે કુલ ૬૬૦૦૦ મતોમાંથી જગમીતસિંહને કુલ ૩૫૦૦૦ મતો મળ્યા હતા જે બીજા નંબરે આવનારા ઉમેદવારો કરતા ત્રણ ગણા હતા. ઓન્ટારિયોના સાંસદ ચાર્લી એન્ગસને ૧૨૭૦૫ મતો મળ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, નરેન્દ્ર મોદીના ટીકાકાર હોવાથી જગમીતને ૨૦૧૩માં ભારતે વીઝા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે પોતાના અભિયાનની શરૂઆત પ્રેમ અને નીડરના સૂત્રથી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks