Gujarat

કેન્સર સેન્ટરના ૧૩મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ‘નવી આશાઓ, નવા સ્વપ્ના’ કાર્યક્રમ યોજાયો

(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૮
આણંદ જિલ્લાના કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે મણિભાઇ શિવાભાઇ પટેલ કૅન્સર સેન્ટરના ૧૩ વર્ષના સ્થાપના દિવસે ૨૮ ઓગસ્ટના રોજ કૅન્સર સામેની લડતને ઉજવતા વાર્ષિક કાર્યક્રમ ‘નવી આશાઓ, નવા સ્વપના’નું આયોજન સંસ્થાના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં કૅન્સરની જાગૃતિ ફેલાવીને વહેલા નિદાન દ્વારા સારવાર કરાવવાનો હતો. આ પ્રસંગે સેન્ટર ખાતે કૅન્સરની સારવાર લીધેલ દર્દીઓને આમંત્રિત કરીને કૅન્સર જેવા ભયાનક રોગ સામે લડત આપીને આવી ગંભીર બીમારીમાંથી કેવી રીતે ઉગર્યા તેની ગાથા તેમના શબ્દોમાં રજૂ કરવા માટે આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે સેન્ટરના રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડૉ.ઋષિ પંચાલે જણાવ્યું હતું કે, “ગત વર્ષે કૅન્સર સેન્ટરમાં ૧૮ હજાર ઓપીડી પેશન્ટ (બહારના દર્દીઓ)ની નોંધણી થઇ હતી તથા ૨૦૦૦ નવા દર્દીઓએ ડૉક્ટરની સલાહ અને માર્ગદર્શન મેળવ્યું હતું. આ સેન્ટર ખાતે દર વર્ષે ૫૦૦ કૅન્સરની સર્જરી, ૧૫૦૦-૨૦૦૦ રેડિયેશનની સારવાર અને ૨૫૦૦-૩૦૦૦ કેમોથેરાપીની સારવાર પૂરી પાડવામાં આવે છે. કોમ્પ્યુટર દ્વારા સંચાલિત નવીન લિનીયર એક્સીલેટર મશીન અને હાલમાં કાર્યરત આધુનિક લિનીયર એકિસલેટર મશીનને કારણે કૅન્સરના દર્દીઓની રેડિયેશનની સારવાર આપવામાં ઝાઝુ અંતર રાખવું પડતું નથી. આ નવીન મશીનને કારણે ૨૦ મિનિટના સિંગલ ડોઝની માત્રા ઘટીને બેથી આઠ મિનિટ જેટલી થઇ ગઇ છે અને સારવારની ચોકસાઇ પણ વધી છે”. આ ખાસ પ્રસંગે વિલેજ હેલ્થ વર્કર્સ બહેનોએ ગર્ભાશયના મુખના કેન્સર અને સ્તન કેન્સર વિશે જાગૃતતા ફેલાવવા માટે તથા ગામની બહેનોને કેન્સરનું નિદાન કરવા માટે માર્ગદર્શન પૂરૂ પાડ્યું તેના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. હૉસ્પિટલના વિસ્તરણ વિભાગના વડા ડૉ.શ્યામસુંદર રાયઠઠ્ઠાએ જણાવ્યું હતું કે, “કૅન્સર નિવારણ અને સારવાર કાર્યક્રમ અંતર્ગત ૩૦,૦૦૦ જેટલા પ્રાથિમક વિભાગના બાળકોને તમાકુ વ્યસનની મુક્તિ માટે તાલીમ પૂરી પાડી હતી તથા ૭૦૦૦ કિશોરીઓને અંગત સ્વચ્છતા માટે તાલીમ પૂરી પાડી હતી”. સેન્ટરની સ્થાપના દિવસની વાર્ષિક ઊજવણીના ભાગરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સેન્ટર ખાતે કેન્સરની સારવાર લીધેલ દર્દીઓએ ભજન અને ગીત રજૂ કર્યા હતા તથા દર્દીઓએ અન્ય દર્દીઓને પ્રેરણા અને હુંફ આપવા માટે કેન્સરની સામેની લડતમાંથી તેઓ કેવી રીતે ઉગર્યા તેની ગાથા પણ રજૂ કરી હતી. આ વાર્ષિક કાર્યક્રમના દિવસે કેન્સર સામેની લડતમાં સહાયક બનીને પીડિતોને સાંત્વના પૂરી પાડવાના પ્રયત્નોમાં સહભાગી થયેલ ચૌદ જેટલા ડૉક્ટર્સ અને ત્રણ વિલેજ હૅલ્થ વર્કર્સને તેમની કૃતજ્ઞતા માટે સર્ટીફિકેટ આપીને નવાજવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ ડૉ.અમૃતા પટેલ, માનદ્‌ મંત્રીશ્રી જાગૃત ભટ્ટ અને સીઇઓ સંદીપ દેસાઇ, બોર્ડ મેમ્બર કેશવભાઇ દેશીરાજુ અને અરૂણાબેન લાખાણી, સવિતાબેન મેમોરિયલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી રમેશભાઇ શાહ અને મફતભાઇ પટેલ, ભાવિનીબેન પટેલ અને મેઘાબેન પટેલ હાજર રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.