કાર આંતરી મુસ્લિમ ઈસમ પર પિતા-પુત્રનો જીવલેણ હુમલો

કીમ, તા.૧૩
કીમ-કઠોદરા નજીક મુસ્લિમ ઈસમની કાર આંતરી કીમના પિતા-પુત્ર પર કોયતા વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ કીમ નજીક કઠોદરા ગામે સિરાજ મુસાભાઈ સિદાત રહે છે. જેઓ પોતાની કાર નં. જીજે-પ-જેક્યુ-૦૬૮પમાં બેસી કોસંબા ખાતે ગયા હતા ત્યાંથી આજરોજ બપોરે ર વાગ્યાની આસપાસ પરત ફરતા હોય ત્યારે કીમ-કઠોદરા નજીક બ્રિજ પાસે તેમની કારને કીમની પોસ્ટ ઓફિસ રોડ પર રહેતા મંગાભાઈ પટેલ અને તેમના પુત્ર જીતુભાઈ પટેલે રસ્તા પર આંતરી સિરાજના હાથ ઉપર કોયતા વડે હુમલો કરતા બંને હાથોની નશ કપાતા, તેમજ શરીરના અન્ય ભાગે ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં જાતે જ કાર હંકારી કઠોદરા ઘરે પહોંચ્યા બાદ પરિવાર અને સ્થાનિકો દ્વારા કીમ સાધના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલતમાં સિરાજને સુરત ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ટોળેટોળા ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે ઉમટી પડ્યા હતા. કીમ પોલીસે સદર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. સિરાજના નિવેદનના આધારે પૈસાની લેતીદેતીમાં ઉપરોકત ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘટનાને અંજામ આપી ભાગી છૂટેલા પિતા-પુત્ર વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૨૫,૩૨૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks