ઈસ્કોન-બોપલ રોડ પર અકસ્માતમાં મહિલાનું મોત

અમદાવાદ, તા.૫
અમદાવાદના ઇસ્કોન-બોપલ રોડ પર સગીર કાર ચાલકે રીક્ષા, બાઇક અને મહિલાને અડફેટે લઇને ગમખ્વાર અકસ્માત કર્યો હતો. દીવાલમાં કાર ઘૂસી જતા ઘટનાસ્થળે જ કારનો કુચડો વળી ગયો હતો. આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે બે સગીરની અટકાયત કરી લીધી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે સવારે ઇસ્કોનથી બોપલ જવાના રોડ પર એક કાર સગીર કાર ચાલક બેફામ સ્પીડે કાર ચલાવી અકસ્માતની હારમાળા સર્જી હતી.
કાર ચાલકે સૌ પહેલા રોડ પર ચાલતી જતી મહિલાને અડફેટે લીધી હતી. ત્યારબાદ રીક્ષા અને બાઈકને ટક્કર મારી રોડની સાઈડમાં આવેલી દીવાલમાં કાર ઘૂસાડી દીધી હતી. કારમાં બે સગીર બેઠેલા હતા, લોકોને બંનેને ઝડપી લીધા હતા. આ ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક મહિલાનું નામ ચંદ્રિકાબેન પરમાર (રહે.ઘુમા) છે અને તેઓ સવારે વહેલા ઘરકામ કરવા જતા હતા. અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે બંને સગીરોની અટકાયત કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks