Gujarat

પે વે કોઈન નામથી ઓફિસ ખોલી રોકાણકારો સાથે કરોડોની ઠગાઈ

વડોદરા, તા.૩
બિટકોઈન બાદ હવે પે વે કોઈન નામના કહેવાતા ફોરેઈન વર્ચ્યુઅલ કરન્સીના નામે રાજ્યભરમાંથી સેંકડો રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને ઠગ ટોળકી દ્વારા ઉઠમણું કરવામાં આવ્યું છે. એકના દસ ગણાની લાલચમાં ફસાયેલા રોકાણકારો પૈકીનાં ૮૬ જણાએ ભેજાબાજો સામે કાનૂની કાર્યવાહી કરવા માટે આજે ગોત્રી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે. પોલીસે પુરાવા એકત્રિત કરવાનું શરૂં કર્યું છે. ૮૬ અરજદારોએ આરોપી તરીકે પ્રવીણ પટેલ (અમદાવાદ), કમલ જોષી, હરીન ઠક્કર (દિવાળીપુરા, વડોદરા), જયંતી પટેલ (મૂળ સુરત, હાલ અમદાવાદ), હરેશ લિંબાણી (અમદાવાદ) ઉપરાંત એક એડવોકેટ સામે ફરિયાદ આપવામાં આવી છે. જેમાં આક્ષેપ કર્યો હતો કે, આરોપીઓએ અમદાવાદ એસજી હાઈવે પર પે વે કોઈન કંપની નામથી ઓફિસ ખોલી હતી. કંપની દ્વારા સેમિનારો કરવામાં આવ્યા હતા. જેમાં અમને એવું સમજાવાયું હતું કે, આ એક પ્રકારનું ડિજિટલ નાણું છે. માત્ર ડિજિટલ અને બેંકિંગ ક્ષેત્રે તેનો ઉપયોગ થશે. જેને ફોરેઈન વર્ચ્યુઅલ કરન્સી તરીકે પણ ઓળખાય છે. ભારત ખેતીપ્રધાન દેશ છે. આવનારા દિવસોમાં કંપની એગ્રિકલ્ચર માર્કેટમાં પણ ઈન્વેસ્ટ કરશે. હાલમાં કંપનીની આ પ્રિલોન્ચ ઓફર છે. હાલના તબક્કે તમે જો રોકાણ કરશો તો એકની સામે દસ ગણો ફાયદો થશે, અમે તમારા રૂપિયા ડૂબવા દઈએ નહીં. કંપનીએ કાયદેસરની પરવાનગી મેળવી છે. વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તથા ગુજરાતના મુખ્યમંત્રી સાથે સારા સંબંધો છે. આરોપીઓની વાતોમાં આવીને સેંકડો રોકાણકારોએ મોટી રકમનું રોકાણ કર્યું હતું. આ પૈકીના ૮૬ રોકાણકારોની રકમનો સરવાળો કરવામાં આવે તો રૂા.૧.૩૦ કરોડ થાય છે, જે અરજદારોએ ન્યાય મેળવવા માટે ગોત્રી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. ગોત્રી પીઆઈ જી.એ. સરવૈયાએ જણાવ્યું હતું કે, લેખિત અરજીના સંદર્ભમાં તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસ પુરાવા એકત્રિત કરી રહી છે. ભોગ બનનાર અરજદારોએ રાજ્યના ગૃહમંત્રીથી માંડીને પોલીસ કમિશનર અને ગોત્રી પોલીસ સ્ટેશન સુધી લેખિત ફરિયાદો આપી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.