થાપણદારોનું કરોડોનું ફુલેકુ ફેરવી પલાયન થયેલા અર્પિત ગાભાવાલા પર પોલીસનો સકંજો

(સંવાદદાતા દ્વારા) આણંદ તા. ૨૩
આણંદ જિલ્લાનાં ઉમરેઠના થાપણદારોનું કરોડો રૂપિયાનું ફુલેકું કરી લાપત્તા થઈ ગયેલા નારાયણ જવેલર્સના સંચાલક અર્પિત ગાભાવાલાનો ભાઈ ગુંજન ગાભાવાલા તથા તેની પત્ની ઉન્નતિ ગાભાવાલા સોમવારે આગોતરા જામીન મેળવ્યાં બાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયાં હતાં.
તપાસ અધીકારીએ મેનેજર પરેશ પટેલનાં રીમાન્ડ દરમિયાન મળેલી વિગતોનાં આધારે અર્પિત ગાભાવાલાનાં મામા હરીવદન કનૈયાલાલ શાહના પાડોશીનાં મકાનમાંથી ૧૦૦ કિલો ઉપરાંત દસ્તાવેજો તથા ક્રસર મશીન અને નષ્ટ કરાયેલા દસ્તાવેજો અને પાસબુકોના અવશેષોના કોથળા જપ્ત કર્યાં બાદ અર્પિત ઘાભાવાલાને મામા હરીવદન કનૈયાલાલ શાહ અને તેના પત્ની પારૂલબેનને પણ પુછપરછ માટે બોલાવ્યા હતાં. જો કે બંનેએ કોર્ટમાંથી ધરપકડ સામે ર૭ ઓગષ્ટ સુધીનાં મનાઈ હુકમ મેળવ્યો હોવાથી પોલીસે તેમની અટકાયત કરી નથી. પરંતુ તેમની પુછપરછ બાદ નારાયણ જવેલર્સ અને અર્પિત ગાભાવાલાની પેઢીમાં વધુ દસ્તાવેજો તથા મિલકતો અંગેની વિગતોની પુછપરછ કરી હતી. જે દરમીયાન અર્પિત ગાભાવાલાના ભાઈ ગુંજન અને પત્ની ઉન્નતિનું નામ બહાર આવ્યું છે. પરંતુ તેમને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરાય તે પહેલાં સોમવારેે તેઓ કોર્ટમાંથી ધરપકડ સામે સાત સપ્ટેમ્બર સુધીનો મનાઇ હુકમ લઈને ભાલેજ પોલીસ મથકે હાજર થયાં હતાં. તપાસ અધીકારીએ સમગ્ર બાબત બન્નેની ઝીણવટભરી પુછપરછ હાથ ધરી હતી તેમજ તપાસ દરમીયાન અર્પિત ગાભાવાલાની માલિકીનાં લકઝરીયસ વાહનોની પોલીસે જપ્ત કર્યાં છે. જેમાં પોલીસે મર્સિડીઝ કાર-૧, ઈનોવાકાર-૧, ફોર્ચ્યુનર કાર-૧, સીફટકાર-૧, બુલેટ-૧, પાસબુકો, ધીરાણ અને નાણાંકીય લેવડદેવડના દસ્તાવેજો ૧૦૦ કિલો, ક્રસર મશીન-૧ અને ક્રસ થયેલા દસ્તાવેજનો જથ્થો જપ્ત કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks