Gujarat

નવરાત્રી લોકોને રોજગારી આપતું કરોડોનું માર્કેટ બની ગયું

(સંવાદદાતા દ્વારા), સુરત તા.૧૧
ગુજરાતમાં ઉજવાતું નવરાત્રિ પર્વ હવે માત્ર નવ દિવસની ભક્તિનું જ પર્વ નથી રહ્યું,પરંતુ લોકોને રોજગારી આપતું કરોડોનું માર્કેટ બની ગયું છે. એક અંદાજ મુજબ નવરાત્રિમાં ગરબે ઘૂમવા જવા લેડિઝ કે જેન્ટસ કોઇપણ ખેલૈયાએ રંગબેરંગી – ભરતકામવાળા ડ્રેસ પહેરે છે. સુરતમાં તેનું વાર્ષિક માર્કેટ ૧૦૦ કરોડને આંબી ગયું છે અને હજારો લોકોને રોજગારી પણ આપી રહ્યું છે.
સુરત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ સાથે થયેલ ચર્ચામાં તમણે જણાવ્યું હતું કે, આમ તો નવરાત્રિના ડ્રેસ માત્ર નવદિવસ જ ખેલૈયા પહેરે છે. પરંતુ ડ્રેસ બનાવવાની પ્રક્રિયા આખું વર્ષ ચાલે છે. આજે એક ડ્રેસ ૧૫૦૦ રૂપિયાથી માંડીને ૫૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચે છે. હેન્ડવર્ક કરવું પડતું હોવાથી તૈયાર કરવામાં સમય લાગે છે. નવ દિવસ દરમિયાન ડ્રેસ ભાડે આપવાનો પણ મોટો કારોબાર ચાલે છે. સુરતમાંથી ડ્રેસ બનીને મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ ઉપરાંત અમેરિકા, સંગણપુર અને બ્રિટનમાં નિકાસ પણ થાય છે. એકલા સુરતમાં જ ઘરઘરાઉ ૧૦૦૦ બુટિંક ચાલે છે. હજારો લોકોને રોજગારી મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.