National

CBI સ્ટાફ સિલેક્શન કમિશનના ‘લીક’ સવાલોની તપાસ કરશે SSC પેપર લીક : સરકારે CBI તપાસનો આદેશ આપ્યો, ૧૨ માર્ચે સુપ્રીમમાં સુનાવણી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
કર્મચારી પસંદગી મંડળ (એસએસસી) ના પેપર લીક અને પરીક્ષામાં ગોટાળા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ સરકારે આ કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. ૨૭ ફેબ્રુઆરીથી દેશભરના વિદ્યાર્થીઓ એસએસસી પેપર લીક કેસનો વિરોધ કરી રહ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથે કહ્યું કે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની માંગણીને સ્વીકારતાં સરકારે આ કેસની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. વિદ્યાર્થીઓ હવે તેમનું આંદોલન બંધ કરશે તેવી અમને ખાતરી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વિદ્યાર્થીઓને આંદોલન પરત ખેંચવાની અપીલ કરતાં કહ્યું કે સરકારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની માંગણી માન લીધી છે. ભાજપ સાંસદ મિનાક્ષી લેખી અને મનોજ તિવારી લગાતાર વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. આ વિવાદ વકરતાં એસએસસીએ વિદ્યાર્થીઓને વાતચીત માટે બોલાવ્યાં અને વિશ્વાસ આપ્યો કે તેમના આરોપોની સઘન તપાસ કરવામાં આવશે અને આરોપો સાચા પુરવાર થશે તો ઉચિત કાર્યવાહી કરવામાં આવે. જોકે વિદ્યાર્થીઓ આ આશ્વાસનથી સંતુષ્ટ ન થયા અને સીબીઆઈ તપાસની માંગણી કરતા રહ્યાં જેને સ્વીકારી લઈને સરકારે સીબીઆઈ તાપાસનો આદેશ જારી કર્યો હતો. ઉમેદવારોએ એવો આક્ષેપ કર્યો હતો કે ઓનલાઈન થનારી આ પરીક્ષામાં ન તો વિદ્યાર્થીને કે ન તો પરીક્ષકને પેન કે મોબાઈલ લઈ જવાની મંજૂરી ન અપાઈ. તેમ છતાં પણ પરીક્ષાના સમય દરમિયાન પેપર ઓનલાઈન લીક થયું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.