National

CBI વિરૂદ્ધ CBIના યુદ્ધમાં સોમવાર સુધી NO. 2 રાકેશ અસ્થાનાની ધરપકડ નહીં

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ પોતાના બીજા નંબરના ટોચના અધિકારી રાકેશ અસ્થાનાને મંગળવારે કોર્ટમાં ઢસડી ગઇ છે જેમણે તેમની વિરૂદ્ધ લાંચના કેસને પડકાર્યો છે અને તેમની ધરપકડ સામે સંરક્ષણ માગ્યું હતું. દિલ્હી હાઇકોર્ટે સીબીઆઇ તથા તેના પ્રમુખ ઉપરાંત અસ્થાનાના બોસ આલોક વર્માને નોટિસ પાઠવતા કહ્યું છે કે, કેસની આગામી સોમવારે થનારી સુનાવણી સુધી રાકેશ અસ્થાનાની ધરપકડ કરવામાં ન આવે. કોર્ટે કહ્યું કે, કેસની પ્રકૃતિ અને ગંભીરતા સ્ટે આપી શકાય તેવી નથી. અસ્થાનાના વકીલે કહ્યું કે, તેમના અસીલને ધરપકડ અને આકરા પગલાંનો ભય છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. રાકેશ અસ્થાનાની અરજી તથા સીબીઆઇના જ ધરપકડ કરાયેલા અધિકારી દેવેન્દ્ર કુમારે એજન્સીની એફઆઇઆરને પડકાર્યા બાદ કોર્ટે આ પ્રતિક્રિયા આપી હતી. એફઆઇઆરમાં અસ્થાના એક નંબરના આરોપી છે અને દેવેન્દ્ર કુમારને બીજા નંબરના આરોપી તરીકે દર્શાવાયા છે.
૨. દેવેન્દ્ર કુમારના વકીલે દલીલ કરી હતી કે, એફઆઇઆર માંસના નિકાસકાર મોઇન કુરેશી વિરૂદ્ધના કેસને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ છે. આ કેસમાં દેવેન્દ્ર કુમાર તપાસ અધિકારી હતા અને બાદમાં આ કેસમાં રાકેશ અસ્થાનાનું નામ પણ જોડાયું હતું. સીબીઆઇએ દાવો કર્યો છે કે, કુમાર તપાસના નામે ચાલી રહેલા ખંડણીના રેકેટમાં સામેલ હતા. સીબીઆઇને દેવેન્દ્ર કુમારની સાત દિવસની કસ્ટડીની મંજૂરી મળી ગઇ હતી.
૩. સમાચાર એજન્સીના સૂત્રો અનુસાર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અસ્થાના સામે ફરિયાદ દાખલ થઇ હતી પણ તે વધુ ચાલી શકી નહીં. કાયદાના નવા રૂપાંતરણ હેઠળ તપાસ સત્તાવાળાઓએ સાબિત કરવું પડશે કે, આરોપી અધિકારીને નાણાકીય લાભ થયો છે નહીં તો તે ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ગણાવી શકાશે નહીં.
૪. પીએમ નરેન્દ્ર મોદી સોમવારે બંને ટોચના અધિકારીઓને મળ્યા હતા. ગયા અઠવાડિયાના અંતે તેમની સાથે મુલાકાત કરનારા આલોક વર્માએ અસ્થાનાને સસ્પેન્ડ કરવાની માગ કરતો પત્ર સરકારને લખ્યો છે. સૂત્રો અનુસાર પત્રમાં તેમણે લખ્યું છે કે, આસ્થાનાનું સીબીઆઇમાં જળવાઇ રહેવું અન્ય અધિકારીઓના ‘મનોબળ તોડવાના સ્ત્રોત સમાન છે.’
૫. એવા પણ અહેવાલો આવ્યા હતા કે, પીએમ મોદી રૉના અધ્યક્ષ અનિલ દસમાનાને મળ્યા હતા ત્યારથી દેશની વિદેશી બાબતોની તપાસ એજન્સી પણ તપાસના દાયરામાં આવી ગઇ છે. રાકેશ અસ્થાના વિરૂદ્ધની ફરિયાદમાં રૉના ટોચના અધિકારી સામંત ગોયલનું નામ પણ સામેલ છે. ગોયલ રૉમાં સ્પેશિયલ સેક્રેટરી છે અને એજન્સીના ક્રમમાં ચોથા નંબરે છે.
૬. રાકેશ અસ્થાના વિરૂદ્ધ ફરિયાદ મોઇન કુરેશી કેસમાં સંકળાયેલા હૈદરાબાદના ઉદ્યોગપતિ સતીશ સાનાના દાવાના આધારે કરાઇ છે. સતીશ સાનાના નિવેદનમાં દેવેન્દ્ર કુમારને આરોપી ગણાવાયા છે જેમણે કેસમાં રાહત અપાવવા માટે બે કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો દાવો છે.
૭. દુબઇમાં રોકાણકાર બેંકર મનોજ પ્રસાદ એવો મધ્યસ્થી છે તેને લાંચની રકમ આપી દેવા કહેવાયું હતું. નક્કી કરેલી લાંચની રકમના ભાગને લઇ કથિત રીતે દુબઇથી પરત ફરતા ૧૬મી ઓક્ટોબરે મનોજ પ્રસાદની ધરપકડ કરાઇ હતી.
૮. પોતાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાયા બાદ રાકેશ અસ્થાનાએ ગયા અઠવાડિયે સરકારને પત્ર લખી પોતાના જ બોસ આલોક વર્મા વિરૂદ્ધ ઘણા આરોપો મુક્યા હતા. અસ્થાનાએ આરોપ લગાવ્યો હતો કે, સીબીઆઇના અધ્યક્ષે જ લાંચ લીધી છે અને તેમને ફસાવે છે કારણ કે, દેશમાંથી ભાગવાથી સતીશ સાનાને તેમણે રોક્યો હતો.
૯. ચાલુ મહિનામાં જ અસ્થાનાએ ગુજરાત ખાતેની સ્ટર્લિંગ બાયોટેકના કેસમાં તેમને ફસાવતા હોવાનો આરોપ સીબીઆઇ અધ્યક્ષ પર મુક્યો હતો જે કંપનીની લોન ભરપાઇ ન કરવાની તપાસ ચાલી રહી છે.
૧૦. આ કેસે હવે રાજકીય વળાંક લીધો છે જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીબીઆઇમાં ચાલતી લડાઇમાં પીએમ મોદી પર આરોપ મુકતા કહ્યું હતું કે, દેશની તપાસ એજન્સીઓનો ઉપયોગ રાજકીય બદલો લેવા માટે કરાઇ રહ્યો છે.

CBIનું યુદ્ધ વકર્યું, અધ્યક્ષ આલોક વર્માએ અસ્થાનાને સસ્પેન્ડ કરવા પગલાં ભર્યા

પીએમ મોદીને મળ્યાના બીજા દિવસે કેન્દ્રીય તપાસ એજન્સીના પ્રમુખ આલોક વર્માએ પોતાના ડેપ્યુટી અને સ્પેશિયલ ડાયરેક્ટર અસ્થાનાને સસ્પેન્ડ કરવાના પગલાં ભર્યા છે. અસ્થાનાને સસ્પેન્ડ કરવા માટે વર્માએ ગત અઠવાડિયે લખેલા પત્રમાં અસ્થાનાને ‘મનોબળ તોડવાના સ્ત્રોત’ તરીકે ગણાવ્યા હતા. સોમવારે પીએમ મોદીએ દેશની મુખ્ય તપાસ એજન્સીમાં ચાલી રહેલા યુદ્ધમાં દખલગીરી કરતા બંને ટોચના અધિકારીઓને બોલાવ્યા હતા. સીબીઆઇના અધિકારી વર્મા તેમને રવિવારે મળ્યા હતા. સર્વોચ્ચ તપાસ એજન્સીએ અસ્થાના વિરૂદ્ધ લાંચનો કેસ દાખલ કર્યો છે જેમણે પોતાના જ બોસ વિરૂદ્ધ કેટલાક આરોપો સાથેનો પત્ર સરકારને મોકલ્યો હતો. સૂત્રો અનુસાર સરકારને લખેલા પત્રમાં આલોક વર્માએ રાકેશ અસ્થાનાને મનોબળ તોડવાના સ્ત્રોત અને તપાસનો વિષય ગણાવ્યા હતા. આ બાબતે અગાઉ સીબીઆઇએ કાંઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અસ્થાના ગુજરાત કેડરના અધિકારી છે અને તેઓ ઘણા સમયથી પીએમ મોદીના ખાસમખાસ મનાય છે.

સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ પોતાના બોસ આલોક વર્માને ફસાવવાનું
ષડયંત્ર ‘રચ્યા’ બાદ CBIએ પોતાના જ વડામથકે દરોડા પાડ્યા

ભારતની સૌથી મોટી રાષ્ટ્રીય તપાસ એજન્સી સીબીઆઇમાં મોટું યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં સોમવારે તેણે પોતાના જ વડામથકની કચેરીઓમાં દરોડા પાડ્યા હતા અને સિનિયર અધિકારીની ધરપકડ કરી હતી. આ દરોડા એજન્સીના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ લાંચ કેસમાં સંડોવણીના આરોપો સાથે સંબંધ ધરાવે છે. પીએમ મોદી માટે પણ આ આંચકાજનક બાબત હતી કે સીબીઆઇમાં ટોચના અધિકારીઓ એકબીજાની સામે આરોપો મુકી રહ્યા છે અને એજન્સીએ તેમાં ડીએસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ પણ કરી છે. કુમાર પર સીબીઆઇ અધ્યક્ષ આલોક વર્માને ફસાવવા માટે ખોટો નિવેદનો કરવાનો આરોપ છે. દેવેન્દ્ર કુમાર મોઇન કુરેશી કેસમાં તપાસ અધિકારી હતા અને તેમણે આ કેસમાં રાહત માટે કથિત લાંચ આપનારા સતીશ સાનાનો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો હતો. સાનાનું નિવેદન ૨૬મી સપ્ટેમ્બરે નોંધ્યું હોવાનું મનાય છે પણ તપાસમાં સામે આવ્યું છે કે, બિઝનેસમેન હૈદરાબાદમાં હતો ત્યારે તેનું નિવેદન લેવાયું હતું. સાનાએ આ કેસની વાત રાજ્યસભાના સભ્ય સી એમ રમેશને કરી હતી, રમેશે કથિત રીતેકહ્યું હતું કે, વર્માએ આશ્વાસન આપ્યું છે કે, હવે તેમને નહીં બોલાવે. જુનથી આજ સુધી સીબીઆઇએ મને બોલાવ્યો નથી. મને લાગતું હતું કે મારી સામેની તપાસ પુરી થઇ ગઇ. જોકે અસ્થાનાએ સીવીસીને કરેલી ફરિયાદમાં પાયોવિહોણા આરોપો મુકતા તેમનું જુઠ્ઠાણું સામે આવ્યું હતું. સીબીઆઇએ એવું પણ કહ્યું છે કે, અસ્થાનાને કાવતરામાં મદદ કરનારા અન્ય અધિકારીઓ સામે પણ તપાસ કરી રહી છે. આ અંગે સીબીઆઇએ સાના પાસેથી બે કરોડ રૂપિયાની લાંચ સ્વીકારવાના કેસમાં અસ્થાના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

CBI યુદ્ધમાં ગુપ્તચર એજન્સી રૉ ઢસડાઇ

કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઇ)ના બે ટોચના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી લડાઇમાં દેશની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) પણ ઢસડાઇ હોવાનું લાગે છે. સીબીઆઇના વડા આલોક વર્મા અને તેમના નાયબ રાકેશ અસ્થાના વચ્ચેની લડાઇના એક ભાગરૂપે છેલ્લા બે દિવસથી પત્રો, દરોડાઓ અને ધરપકડોનો દોર ચાલુ છે. ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા ગણાવવામાં આવેલા રાકેશ અસ્થાના સામે સીબીઆઇ દ્વારા લાંચનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાકેશ અસ્થાનાએ તેમના બોસ આલોક વર્મા સામે ઘણા આક્ષેપો કરતો પત્ર સરકારને પાઠવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્મા અને સીબીઆઇના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને બોલાવ્યા હતા. આ પ્રકરણમાં હવે રો પણ ઢસડાઇ હોવાથી વડાપ્રધાને રો ના ચીફ અનિલ દસમાના સાથે પણ વાત કરી હોવાના અહેવાલો છે. જોકે, રોના વડા અને વડાપ્રધાન વચ્ચે થયેલી વાતચીતની વિગતો જાહેર કરવામાં આવી નથી અને આ મુદ્દા અંગે એજન્સી તરફથી પણ કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

  નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
  Read more
  National

  મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

  જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
  Read more
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.