(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૦
સીબીઆઈએ જણાવ્યું છે કે, એમણે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના સોદા અંતર્ગત કહેવાતા વચેટિયા મિશેલ ક્રિશ્ચિયનની પૂછપરછ કરી ન હતી. જેની ધરપકડ ગયા વર્ષે દુબઈમાં કરાઈ હતી અને હાલમાં એમના પ્રત્યાપર્ણની પ્રક્રિયા ચાલી રહી છે. સીબીઆઈને મિશેલના વકીલના દાવા વિશે પૂછવામાં આવ્યું હતું. તેમના વકીલે જણાવ્યું હતું કે, મિશેલ ઉપર ભારત અને યુએઈના સત્તાવાળાઓે દબાણો કરી રહ્યા હતા કે, એ આ સોદામાં સોનિયા ગાંધીની સંડોવણીની વાત કબૂલી લે પણ સીબીઆઈએ આ દાવો નકારી કાઢતા કહ્યું કે, અમે યુએઈમાં મિશેલની કોઈપણ પૂછપરછ કરી જ નથી જ્યાં એ કસ્ટડીમાં છે. ક્રિશ્ચિયન મિશેલની ધરપકડ ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દુબઈમાં સત્તાવાળાઓએ કરી હતી પણ એમના વકીલનો દાવો છે કે, એમની ધરપકડ એ વર્ષમાં કરાઈ ન હતી. સીબીઆઈની ટીમે યુએઈમાં અથવા અન્ય સ્થળે ભાગેડુની પૂછપરછ કરી નથી અને એમની ઉપર કબૂલાત કરવા કોઈ પણ દબાણો પણ કરાયા નથી. એમની સામે પ્રત્યારર્પણની કાર્યવાહી ચાલી રહી છે. સીબીઆઈના પ્રવક્તા અભિષેક ગયાલે માહિતી આપી હતી. સીબીઆઈએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં ૩ વિદેશીઓ સમેત ૮ આરોપીઓના નામો છે. જેમાંથી એક નામ મિશેલનું પણ છે.