સીબીએસઈની તમામ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત

અમદાવાદ,તા. ૧૪
હરિયાણાના ગુડગાંવની રયાન સ્કૂલમાં સાત વર્ષના વિદ્યાર્થીની જાતીય શોષણના મામલામાં કરપીણ હત્યાની દેશભરમાં ખળભળાટ મચાવી મૂકનારી ઘટના સામે આવ્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન(સીબીએસઇ) ઓથોરીટી તંત્ર હરકતમાં આવ્યું છે. સીબીએસઇ તરફથી દેશની તમામ સીબીએસઇ શાળાઓમાં બાળકો-વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ખૂબ જ મહત્વની માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં સીબીઇએસઇ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાથી માંડી શાળાના તમામ સ્ટાફનું પોલીસ વેરીફિકેશન કરાવવા સહિતની માર્ગદર્શિકાઓ જારી કરી તેના કડકાઇથી પાલન માટે ફરમાન કરાયું છે. સીબીએસઇએ તમામ શાળાઓમાં સ્કૂલ ટાઇમ દરમ્યાન બાળકોની સુરક્ષા સૌથી અગત્યનું હોઇ બાળકોની સલામતીને સૌથી પહેલી પ્રાધાન્યતા આપવા પણ શાળાઓને તાકીદ કરી છે. સીબીએસઇએ આ માર્ગદર્શિકા કેન્દ્ર માનવ સંશાધન મંત્રાલયની અગાઉની ૨૦૦૪ની માર્ગદર્શિકાને આધાર બનાવી જારી કરી છે અને તેના ચુસ્તપણે પાલન માટે તાકીદ કરી ઓનલાઇન રિપોર્ટ કરવા શાળાઓને કડક નિર્દેશ કર્યો છે. સીબીએસઇ સાથે જોડાણ ધરાવતી ગુજરાત સહિત દેશભરની શાળાઓએ આ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ગાઈડ લાઈનમાં મહત્ત્વના નિર્દેશ
અમદાવાદ,તા. ૧૪
(૧) દરેક શાળાઓએ તેમના સંકુલ અને વ્યકિતઓનું સ્થાનિક પોલીસમથક મારફતે સીકયોરીટી-સેફ્ટી ઓડિટ કરાવવાનું રહેશે. તેનું પાલન કર્યા બાદ સીબીએસઇને ઓનલાઇન બે મહિનામાં શાળાઓએ રિપોર્ટ કરવાનો રહેશે.
(૨) સ્કૂલ પ્રિમાઇસીસમાં મહત્વના સ્થળો અને પોઇન્ટ પર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા અને તે સતત ચાલુ રખાશે
(૩) તમામ સ્ટાફ કર્મચારીઓનું પોલીસ વેરીફિકેશન અને સાયકોમેટ્રિક ઇવેલ્યુએશન કરવાનું રહેશે. જેમાં નોન ટીચીંગ સ્ટાફ પણ બસ ડ્રાઇવર, કંડકટર, પ્યુન અને અન્ય સપોર્ટીંગ સ્ટાફનો પણ સમાવેશ થાય છે
(૪) શાળાનો સપોર્ટીંગ સ્ટાફ અધિકૃત એજન્સીમાંથી જ નિયુકત કરાય અને તેનો પ્રોપર રેકોર્ડ જળવાય
(૫) બાળકોની સલામતી માટે અને વાલીઓ તરફથી નિયમિત ફીડબેક અને સૂચનો માટે એક વાલીઓ,શિક્ષકો અને વિદ્યાર્થીઓની કમીટી બનાવવામાં આવે
(૬) શાળા સંકુલમાં બહારના મુલાકાતીઓ પર નિયંત્રણ રાખવું અને મોનીટરીંગ કરાવવું
(૭) બાળકોનું કોઇપણ પ્રકારે શોષણ ના થાય અને બાળકોની સુરક્ષા માટે સ્ટાફ કર્મચારીઓને ટ્રેનીંગ પૂરી પાડવી
(૮) શાળાએ પબ્લીક, સ્ટાફ, વાલીઓ અને વિદ્યાર્થીઓની ફરિયાદના નિવારણ માટે અલગ કમીટી રચવી, સેક્સુઅલ હેરેસમેન્ટ અને પોક્સો કાયદા હેઠળ રચાયેલી કમીટીની વિગતો કોન્ટેક્ટ નંબરો સાથે સ્કૂલના

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks