લાલ દરવાજાની ઐતિહાસિક સિદી સઈદની મસ્જિદના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં

અમદાવાદ, તા.૧૩
અહમદાબાદ શહેરના મધ્યમાં આવેલી વિશ્વ વિખ્યાત ઐતિહાસિક સિદી સઈદની જાળીવાળી મસ્જિદમાં નમાઝીઓ અને દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓના માલ-સામાનની અને મિલકતની સુરક્ષા માટે લગાવવામાં આવેલા કેમેરા હાલ બંધ હાલતમાં હોવાથી નમાઝીઓના સામાન, બુટ-ચંપલ તથા વાહનોની ચોરીના કિસ્સા વધવા છતાં ચોરોને પકડી શકાતા નથી. આથી, વકફ કમિટી વહેલીતકે કેમેરા ચાલુ કરે તેવી માંગ ઊઠી છે. જમાલપુર વોર્ડના સામાજિક કાર્યકર એડવોકેટ રફીક કુરેશીએ જણાવ્યું છે કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન અને તેમના પત્નીએ ઐતિહાસિક સિદી સઈદની જાળીવાળી મસ્જિદની મુલાકાત લીધા બાદ વિશ્વભરના પ્રવાસીઓમાં આ મસ્જિદ આકર્ષણનું કેન્દ્ર બની છે.રોજેરોજ મોટી સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આ મસ્જિદની મુલાકાતે આવે છે અને પાંચે સમય આ મસ્જિદમાં નમાઝીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. આ નમાઝીઓ અને પ્રવાસીઓ તેમના બુટ-ચંપલ કે કિંમતી સામાન બહાર મૂકીને મસ્જિદમાં જાય ત્યારે ચોરાઈ જતા હોય છે. આવા લોકો સીસીટીવી કેમેરા ચેક કરવાની માંગ કરે છે, પરંતુ કેમેરા ૪ તારીખથી બંધ હોવાથી લાચાર બની જાય છે. આથી, સુન્ની મુસ્લિમ વકફ કમિટી તાકિદે કેમેરા ચાલુ કરાવે તેવી માંગ ઊઠી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks