અંકલેશ્વર,તા.૩૦
અંકલેશ્વર તાલુકા કો.ઓ. પરચેઝ સેલ યુનિયન ખાતે આજરોજ સામાન્ય મીટિંગ મળી હતી જેમાં તાજેતરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ના ચેરમેન છેલ્લા પાંચ વર્ષથી સતત બીનહરિફ ચૂંટાતા કરશનભાઈ જી. પટેલનું તથા છેલ્લા બે ટર્મથી વાઈસ ચેરમેન ચૂંટાતા અજીતસિંહ પરમારનું પરચેઝ સેલ યુનિયનના પ્રમુખ બાબુભાઈ આદમની દેસાઈ તથા વાઈસ ચેરમેન ભરતભાઈ પંડયા તેમજ કમિટી સભ્યો તથા મેનેજર શબ્બીર અહમદ પટેલ દ્વારા ફુલહાર કરી સન્માન કરાતા હાજર રહેલા તમામ કમિટી સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું. ત્યારબાદ પરચેઝ સેલ યુનિયન સામે વર્ષોથી સેવા બજાવનાર એકાઉન્ટન્ટ ઈશ્વરભાઈ આહીર તેમજ માતર વિભાગમાં ફરજ બજાવતા સ્ટોર કીપર ઈકબાલભાઈ પટેલ, વયનિવૃત્તિ થતા તેઓનું પરચેઝ સેલ યુનિયનના પ્રમુખ બાબુભાઈ દેસાઈ દ્વારા ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરી વિદાય અપાઈ હતી.
આ પ્રસંગે ઈકબાલભાઈ ગોરી ગીરીશભાઈ પટેલ, ભરતભાઈ પંડયા અજીતસિંહ પરમાર તથા કમિટી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેનેજર શબ્બીર અહમદ પટેલ દ્વારા કરાયું હતું.