Gujarat

વલ્લભીપુરના પાટણ ગામે ભર ઉનાળે પાણી માટે વલખાં, રોષે ભરાયેલા લોકોએ કર્યો ચક્કાજામ

ભાવનગર,તા.૨૬
ઉત્તર પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનને લીધે રાજ્યભરમાં હવે ગરમીના આકરા દિવસોની શરૂઆત થઈ ગયા છે. તો બીજી બાજુ હવામાન વિભાગે પણ ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. ત્યારે ભાવનગરના વલભીપુરમાં મહિલા સહિત લોકોએ પીવાનું પાણી ન મળતા રોષે ભરાયેલા લોકોએ ભાવનગર-અમદાવાદ રોડ પર ચક્કાજામ કર્યો છે.
ભાવનગરના વલભીપુરના પાટણા ગામે ભર ઉનાળે ગરમીમાં પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યાં છે. તંત્ર દ્વારા ગ્રામવાસીઓને પાણી પૂરૂ ન પાડવામાં આવતા રોષે ભરાયા છે. ગામમાં ૧૫થી ૨૦ દિવસે પીવાનું પાણી મળે છે. જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના ગ્રામજનો જળએ જ જીવન, અમને પાણી આપો, પાણી વિના જીવન કેમ ચાલશે જેવા પોસ્ટરો લઇને રસ્તા પર ઉતરી આવ્યા છે.
પાટણા ગ્રામવાસીઓ દ્વારા પાણીની માગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. વારંવાર કલેક્ટર સહિત ગાંધીનગર સુધી પાણી પૂર પાડવામાં આવે તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી. તેમ છંતા તંત્ર દ્વારા તેમના પ્રશ્નોનો કોઇ ઉકેલ ના આવતા આજે પટાણા ગ્રામજનો દ્વારા ભાવનગર-અમદાવાદ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.